34.7 C
Gujarat
Wednesday, September 2, 2026
Home HeadLines અરવલ્લી : બાયડ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટે નિઃશુલ્ક મોક્ષ...

અરવલ્લી : બાયડ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટે નિઃશુલ્ક મોક્ષ રથ (શબ વાહિની) સુવિધા ઉપલબ્ધ કરાવી

0

અરવલ્લી જીલ્લાના બાયડ શહેરમાં આવેલ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ છેલ્લા છ વર્ષથી બિનવારસી મંદબુદ્ધિ-દિવ્યાંગ બહેનો માટે આશ્રય સ્થાન અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમગ્ર રાજ્યમાં જાણીતો છે ત્યારે જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટે નિઃશુલ્ક મોક્ષ રથ (શબ વાહિની)ની સુવિધા ઉપલબ્ધ કરાવતા નગરજનોએ સરાહના કરી હતી

બાયડ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોક ભાઈના જણાવ્યા અનુસાર,રાજપુર કડીના સ્વ.જમનાબેન શંકરભાઈ પટેલના સ્મરણાર્થે ઉષાબેન બિપીનભાઈ પટેલ ના હસ્તે નિઃશુલ્ક મોક્ષ રથની સુવિધા પ્રાપ્ત થઈ છે અંત સમયની યાત્રામાં પ્રિયજનોને સન્માન અને શણગાર સાથે લઇ જવા માટે જય અંબે આશ્રમ દ્વારા નિઃશુલ્ક મોક્ષ રથની સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે આ મોક્ષ રથનો લાભ દરેક લોકોને મળી રહશે અને સ્વજનની અંતિમવિધિ સન્માન પૂર્વક થશે તેમ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!