ભિલોડા,તા.૧૪
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે આંબલી બજાર વિસ્તારમાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ચોકમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે આનંદ ઉલ્લાસભેર પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભિલોડા ઘારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, મનોજભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ભા.વિ.પ. ભિલોડા શાખાના પુર્વ પ્રમુખ :- જગદીશભાઈ પટેલ, યોગેશભાઈ બુદ્ધ, બાબુલાલ પરમાર, ગુલાબભાઈ પરમાર, રમણભાઈ પંડ્યા, નિકુંજકુમાર પરમાર, ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન મંત્રી જશુભાઈ પંડયા, ઉપ પ્રમુખ રામઅવતાર શર્મા, કલ્પેશભાઈ ચૌહાણ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.