33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસીટી દ્વારા લેવાયેલી PHDની પ્રવેશ પરિક્ષા...

પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસીટી દ્વારા લેવાયેલી PHDની પ્રવેશ પરિક્ષા શાંતિપુર્ણ માહોલમા પુર્ણ

0
111

ગોધરા

પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે વિઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી દ્વારા પીએચડીની પ્રવેશ પરિક્ષા લેવામા આવી હતી. જેમા 80 ટકા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાંતિપુર્ણ માહોલમા પરિક્ષા પુર્ણ થઈ હતી અને મોડી સાંજે 8 વાગે પરિક્ષા નુ પરિણામ પણ વેબસાઈટ પર જાહેર કરી દેવામા આવશે.

 

પંચમહાલ જીલ્લા ગોધરા ખાતે મધ્ય ગુજરાતની કોલેજોની સંલગ્ન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી આવેલી છે. અહી પીએચડીના અભ્યાસ માટેની પણ વ્યવસ્થા છે. યુનિ દ્વારા આ આજરોજ પીએચડીની પ્રવેશ પરિક્ષા લેવામા આવી હતી.ગોધરા ખાતે આવેલી શેઠ પીટી આર્ટસ કોલેજ ખાતે આવેલા વર્ગો ખાતે પીએચડીની પ્રવેશ પરિક્ષા યોજાઈ હતી આ પ્રવેશ પરિક્ષા આપવા મોટી સંખ્યામા ગુજરાતભરમાથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. શાતિપુર્ણ માહોલમા પરિક્ષા પુર્ણ થઈ હતી.પરિક્ષામા કુલ 529 જેટલા વિદ્યાર્થીઓ નોધાયા હતા. 409 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને 120 જેટલા વિદ્યાર્થીઓ ગેર હાજર હતા. આમ કુલ 80 ટકા હાજરી નોધાઈ હતી. વીસી પ્રતાપસિંહ ચૌહાણ દ્રારા જણાવામા આવ્યુ હતુ કે આ હવે આ પરિક્ષા યુજીસી દ્વારા લેવામા આવશે. આજે મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુનિ દ્વારા મોડી સાજે 8 વાગે પરિણામ વેબસાઈટ પર જાહેર કરીને પીએચડીની પરિક્ષા માટેની તમામ પ્રક્રિયાઓ કરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!