36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

સાબરકાંઠા : 35 પરગણા ઈડર ભાંભી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમા 24 નવદંપતીએ પ્રભુતાના પગલાં પાડ્યા


         35 પરગણા ઈડર ભાંભી સમાજ (ઈડર-વડાલી તાલુકો) દ્વારા રવિવારે  સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઈડર તાલુકાના ઉમેદપુરા ત્રણ રસ્તા ખાતે યોજાયો જેમા ભાંભી સમાજ ૩૫ પરગણા સહિત આજુબાજુના પરગણાના વરઘોડીયા સહિત ૨૪ નવ દંપતી પ્રભુતામા પગલાં પાડ્યા હતા

Advertisement

આ પ્રસંગે નવ દંપતીને દાતાઓ દ્વારા ૪૪ જેટલી ઘર વપરાશની વસ્તુ સહિતની ભેટ સોગાદો આપવામા આવી હતી સાથે લગ્ન રજીસ્ટ્રેશન કરી લગ્ન નોંધણી સર્ટિફિકેટ એનાયત કરી સરકારની કુંવર બાઈની મામેરા સહિતની યોજનાનો લાભ મળે એવુ આયોજન કરાયુ હતુ સાથે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દરેક નવદંપતીને પલંગ અને તિજોરીની ભેટ આપવામા આવી હતી સમૂહ લગ્નોત્સવના ભગીરથ કાર્યમા માતબર દાન આપનાર દાતાશ્રી નટુભાઇ પરમાર (ભાણપુર) તેમજ નરેન્દ્ર દર્શક (ઉમેદપુરા) હાલ અમદાવાદ, જેઠાભાઈ પરમાર (ઈડર) હાલ અમદાવાદ તથા રોકડ રકમ અને નાની મોટી ભેટ સોગાદો આપનાર દાતાઓનુ સન્માન પણ કરવામા આવ્યુ હતુ આ સમારંભના અધ્યક્ષ તથા ભોજનના મુખ્ય દાતા તેમજ ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર, ગાંધીનગર વિભાગ સર સંચાલક પ્રકાશભાઈ પરમાર, સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ભાજપ વિજયભાઈ પંડ્યા, એપીએમસી વડાલી ચેરમેન વિજયભાઈ ૫ટેલ, ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ દર્શક, સમાજના આગેવાન અને કોંગ્રેસ પ્રદેશના આગેવાન રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ, જીતુભાઈ પંચાલ વગેરે મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિ રહી જેમા સમારંભ અધ્યક્ષ નટુભાઈ તેમજ ઉપસ્થિત મહાનુભવોએ પોતાના વ્યક્તવ્યમા સમાજ શિક્ષિત સંગઠિત થાય અને વ્યસન મુક્ત બને તેમજ સમાજમા અંધશ્રદ્ધા કુરિવાજો અને ખોટા ખર્ચો બંધ થાય અને સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમા ઉજ્વવળ કારકિર્દી બનાવી સમાજનુ નામ રોશન કરે એમ જણાવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડટ કીરણ પરમાર દ્વારા સુંદર રીતે કરાયુ હતુ આ સમૂહ લગ્નોત્સવમા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ, ફાયરબ્રિગેડ, ડોક્ટર્સ ટીમ, પોલીસ, હોમગાર્ડ તથા સમાજના સ્વયંમ સેવકોએ ખડેપગે સેવાઓ આપી હતી ૩૫ પરગણા ઈડર ભાંભી સમાજ આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવ ૩૫ ગામના અગ્રણીઓ, જયંતિભાઈ તથા અન્ય આયોજકો અને સ્વયંમ્ સેવકોની ભારે મહેનતથી સફળતાપૂર્વક પૂર્ણ થયુ હતુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!