સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ચૈત્ર પૂનમના દિવસે મંદિરમાં બિરાજતા ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભકતો ઉમટ્યા હતાં મંદિર પરિસરમાં લાંબી લાઈનો માં ઉભા રહીને ભગવાન શામળીયાનાં સન્મુખ દર્શન કરવા માટે અધિરા બન્યા હતા ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરી ને ધન્યતા અનુભવતા હતા મંદિર નાં પુજારી પરેશભાઈ તથાં વિનય ભાઇ ધ્વારા ભગવાન શામળીયાને સોનાના દાગીના તથા આભુષણો પહેરાવી સુંદર વાધા માં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાન ની પ્રતિમા આગળ થી ભક્તો બહાર નીકળવાનું મન જ નહોતું થતું ભગવાન શામળીયા નાં દર્શન કરીને લાડુ ની પ્રસાદી લઈ ને નિકળતા હતાં
શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજભોગ રસોડું ફરીથી ચાલુ કરવા ભક્તોની પ્રબળ માંગ
શામળાજી મંદિર દ્વારા રાજભોગ રસોડું ચાલતું હતું બપોરે સવા બાર વાગ્યે ભગવાન ને ભોગ ધરાવીને પછીથી આવેલા ભક્તો પાસ લ ઇને રાજભોગ નો પ્રસાદ લેતાં હતાં છેલ્લા કેટલાક સમયથી રાજભોગ રસોડું બંધ કરતા ભકતોને યાત્રાધામ શામળાજીમાં જમવાની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે ભક્તો નિરાશ થઈ જાય છે ટ્રસ્ટ દ્વારા રાજભોગ રસોડું ચાલુ કરવામાં આવે તેવું ભક્તો ની માંગણી છે.