રત્નદીપ બાલમંદિરમાં બે ચૂંટણી બુથમાં રોડના અભાવે લોકસભાની ચૂંટણીમાં મતદાન ઓછી થવાની સંભાવના
ભૂગર્ભ ગટર યોજનામાં ખોદેલ રોડ ચંદ્રની સપાટી સમાન
કૃષ્ણનગર-રત્નદીપ સોસ્યાટીના લોકો નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને રોડ બનાવવા રજૂઆત કરી કરીને થાક્યા
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે રોડ નહીં તો વોટ નહીંનું શસ્ત્ર ઉગામી રહ્યા છે ત્યારે મોડાસા શહેરના સોસાયટી વિસ્તારના લોકોએ રોડ નહિં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચરતા નગરપાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી રત્નદીપ સોસાયટીના પ્રવેશદ્વાર થી કૃષ્ણનગર સોસાયટીનો રોડ ભૂગર્ભ ગટર યોજના હેઠળ તોડી નાખ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાથી રોડનું કામ ટલ્લે ચઢતા ઊબડ-ખાબડ રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકા તંત્રમાં રોડના નવીનીકરણ માટે અનેક રજુઆત કરવા છતાં આંખ આડે કાન કરવામાં આવી રહ્યા છે રત્નદીપ બાલ મંદિરમાં ચૂંટણી માટેના બે બૂથ આવેલા છે રત્નદીપ બાલમંદિરનો રોડ બે વર્ષથી તોડી નાખ્યા પછી તંત્રએ રોડ નહીં બનાવાતા મતદાન કરવા માટે અનેક લોકો રોડની હાલતને પગલે દૂર રહે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તૂટેલો રોડ સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે વોટીંગ કરવા જવું એ કષ્ટદાયક બની શકે છે ચૂંટણીના દિવસે મતદાન કેન્દ્રમાં મતદાન દરમિયાન કોઈ ગંભીર અકસ્માત બને તો રોડનો અભાવ સાથે રસ્તા સાંકળા હોવાથી ઇમરજન્સી મદદમાં વિલંબ થઈ શકે છે ત્યારે કોઇ ઇમરજન્સી ઘટના બને તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાયટરના આવન-જાવન માટે રોડની વૈકલ્પિક વ્યવસ્થાનગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે રત્નદીપી,કૃષ્ણનગર સહિત આજુબાજુની સોસાયટીના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી