અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ કરવાની ટેવ ધરાવતા શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા પોલીસતંત્રને સૂચના આપતા એલસીબી પોલીસ ગુન્હેગાર અસામાજીક તત્ત્વોને ઝડપી પાડી પાસા હેઠળ રાજ્યના અલગ અલગ જેલમાં ધકેલી રહી છે માલપુર તાલુકાના જીતપુર ગામના લિસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે બોડો ભગા મારીવાડને માલપુર પોલીસે પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાના આરોપી લિસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે બોડો ભગા મારીવાડ સામે માલપુર પોલીસે પાસા હેઠળ કાર્યવાહી હાથધરી તેના સામે નોંધાયેલ ગુન્હા એકત્રિત કરી પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે ભરત ઉર્ફે બોડો સામે પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી માલપુર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી દીધો હતો .જીલ્લા પોલીસતંત્રની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે