37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ગોધરા- ભાજપના ચાણક્ય અમિત શાહ આજે ગોધરામાં વિજય સંકલ્પ સભામાં હાજરી આપશે,...

ગોધરા- ભાજપના ચાણક્ય અમિત શાહ આજે ગોધરામાં વિજય સંકલ્પ સભામાં હાજરી આપશે, તૈયારીઓ પૂર્ણ

0
106

ગોધરા
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે. ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવ દ્વારા પણ જનસંપર્ક અભિયાન દ્વારા મતદારોનો જન સંપર્ક કરવામા આવી રહ્યો છે. ગોધરા ખાતે લુણાવાડા રોડ પણ આજે સાંજે ભાજપના સ્ટાર પ્રચારક અને રાજનીતીના ચાણક્ય ગણાતા એવા અમિતભાઈ શાહ સભા ગજવશે. તેમના આગમનને લઈને એક વિશાળ ડોમ તૈયાર કરવામા આવી રહ્યો છે. મોટી સંખ્યામા ભાજપ સમર્થકો અને જનતા ઉમટી પડશે તેવુ ભાજપાના હોદ્દેદારોનુ જણાવુ છે.
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તમામ રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ માટે ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ચાર કલાકે ગોધરા શહેરમાં સભા સંબોધશે, જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ લોકસભા બેઠકના કાર્યકરો ઉપસ્થિત રહેશે, ત્યારે વિશાળ જનસભાને લઇને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ગોધરા શહેરના લુણાવાડા રોડ પર વિશાળ ડોમ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, સાથે જ પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય તમામ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.મધ્ય ગુજરાતના ભાજપના હોદેદારો દ્વારા તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!