લોન પાસ થયા પછી ગેરંટરના ખાતામાં રૂપિયા જમા કરવાનો નિયમ છે તેમ કહી મહિલા અને તેના પતિને ભોળવી કોરા ચેક લઈ રકમ ઉપાડી લઈ છેતરપીડી કરી
બાયડ તાલુકાના ક્લાજીના મુવાડા ગામની મહિલાનેલોનની રકમ ખાતામાં જમા થતા બે શખ્સને વિશ્વાસમાં રાખી ઠગાઈ કરતા સાઠંબા પોલીસ સ્ટેશને બે સામે પોલીસ ફરીયાદ નોંધાવા પામી હતી
નિલમબેન રાજેન્દ્રસિંહ ધીરસિંહ બારીયા (રહે. કલાજીના મુવાડા) ફરીયાદ અનુસાર ગાય ભેંસ ખરીદવા માટે લોનની જરૂરીયાત હોય રૂપિયા ૧.૫૦લાખ જેથી સેક્રેટરી ને લોન લેવા વાત કરતા સેક્રેટરી સાગરભાઈ અમીન તથા હિતેશભાઈ ઉર્ફે કાબરો પરસોત્તમભાઈ પરમાર (રહે.હેલોદર) સાથે સાઠંબા દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે
આ બન્ને સાથે અમારી મુલાકાત કરાવતા અમો પતી-પત્ની આ બંને મળી જરૂરી દસ્તાવેજો આપી લોનની ફાઈલ તૈયાર કરવાનું કહેલ હતું લોનની ફાઈલ તૈયાર કરાવવા કમિશનના રૂપિયા ૨૫,૦૦૦ આપવા નક્કી કરેલ હતા. દુધ મંડળીના સભાસદ તરીકે ભરેલ દુધનું સ્ટેટમેન્ટ તથા આધારકાર્ડ, પાનકાડ, બેંક ખાતાની પાસબુક તેમજ જરૂરી ડોકયુમેન્ટ ભેગા કરી સાગરભાઈ,હિતેશભાઈ ને આપેલ હતા ત્યાર બાદ ત્રણેક માસ પછી આ લોન મંજુર થયેલ હતી તા.૧૦-૧૧-૨૦૨૩ના રોજ મારા મોબાઈલ નંબર ઉપર બેંક ઓફ બરોડા બાયડ શાખામાં એકાઉન્ટમાં રૂા.૧,૫૦,૦૦૦ જમા થયેલા તેનો મેસેજ આવ્યો હતો તા.૧૦-૧૧-૨૦૨૩ ના રોજ બપોરના સમયે સાગરભાઈ, હિતેશભાઈ અમોને કહેલ કે બાયડ બેંક ઓફ બરોડા ખાતે બોલાવીને મારા પતી સાથે બાયડ બરોડા બેંકમાં ગયેલ તે સમયે ખાતામાં લોનના પૈસા જમા થયેલ છે. અમો બન્ને ગેરન્ટર તરીકે હોય નિયમ મુજબ તમારા ખાતામાં જમા થયેલ લોનના તમામ રૂપિયા પહેલા અમારા ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે ત્યાર પછી આ લોનની રકમ અમારા ખાતામાંથી ઉપાડી ને અમો તમને આપી દઈશુની ખાત્રી આપતા ઉપર વિશ્વાસ રાખી બેંક ઓફ બરોડા બાયડ શાખામાં
ખાતામાથી ચેક બુકમાં બે કોરા સહીવાળા ચેક ઉપર સહી કરી સાગરભાઈ કહેલ કે તા.૧૩-૧૧-૨૦૨૩ના રોજ ઉપાડી આપીશું તેવી વાત કરતા હતા નિલમબેન તેમજ તેમના પતી ઘરે જવા નિકળી ગયેલ હતા થોડી વાર બાદ મારા નંબર ઉપર રૂપિયા ૧,૫૦,૦૦૦ ઉપડી જવાનો મેસેજ આવેલ હતો તે દિવસે ફોન કરતા ફોન ઉપાડેલ ન હતો જેથી મને શંકા જતા તા.૧૫-૧૧-૨૦૨૩ના રોજ મારા પતિ અમે બન્નેબાયડ બેક
ઓફ બરોડા શાખામાં જઈ તપાસ કરતા બેંકના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલ કે આ બન્ને જણાઓ અમારી પાસેથી લીધેલ બે ચેકોમાંથી ૧,૫૦,૮૦૦ ૨કમ ભરી ને રૂપિયા ઉપાડી લીધેલ હતા સદરી સાગરભાઈ મોહનભાઈ અમીન તથા હિતેશભાઈ ઉર્ફે કાબરો
પરસોત્તમભાઈ પરમાર રહે. હેલોદર. તા.માલપુર. વિદ્યામાં લઈ અમારી પાસેનો બેંક ઓફ બરોડાના સહીવાળો રકમ ભર્યા વિનાનો ચેક લઈ બંને જણા અમારા ખાતામા લોનના જમા થયેલ રૂા.૧,૫૦,૦૦૦ ઉપાડી લઈ છેતરપીડી કરી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરેલ છે. સાઠંબા પોલીસે નિલમબેન રાજેન્દ્રસિંહ ધીરસિંહ બારીયા (રહે. કલાજીના
મુવાડ)ની બંને એજન્ટ સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી