30 C
Ahmedabad
Thursday, May 9, 2024

અરવલ્લી : માલપુર પોલીસ કસ્બાની ખુલ્લી જગ્યામાં હારજીતની બાજી માંડી બેઠેલા જુગારીઓ પર ત્રાટકી બે દબોચ્યા,ચાર ફરાર


         

Advertisement

 

Advertisement

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જુગાર-વરલી મટકામાં અનેક પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઇ ચૂક્યા છે માલપુર પોલીસે કસ્બા વિસ્તારની ખુલ્લી જગ્યામાં રાત્રિના સુમારે લાઇટના અજવાળે ચાલતા જુગાર પર ત્રાટકતા જુગારીઓમાં નાસભાગ મચી હતી માલપુર પોલીસે બે જુગારીને દબોચી લઇ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અંધારામાં ફરાર થઈ ગયેલ ચાર શકુનિઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા                     

Advertisement

 

Advertisement

માલપુર પીએસઆઈ કે.એચ.બિહોલા અને તેમની ટીમે માલપુર નગરમાં નાઈટ પેટ્રોલિંગ હાથધરતા કસ્બા વિસ્તારમાં ગુલુભાઈ ઉસ્માનભાઈ શેખની ઘર નજીક ખુલ્લી જગ્યામાં રાત્રિના સુમારે લાઇટના અજવાળામાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતાં તબડતોડ બાતમી આધારિત સ્થળે પોલીસ ત્રાટકતા કુંડાળુ વળી હારજીતની બાજી માંડી બેઠેલા જુગારીઓના ભારે નાસભાગ મચી હતી પોલીસે પીછો કરી યુસુફમિયાં મહેમૂદમિયાં શેખ અને ભીખુમિયા કાલુમિયા શેખ (બંને,રહે.અંધારવાડી)ની દબોચી લઇ જુગારમાં દાવ પર લગાવેલ અને બંને જુગારીઓની અંગજડતી કરતા રૂ. 11360/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઈ ગયેલ 1)રાજુ યુસુફ સિંધી,2) અશ્ફાક ગુલાબ શેખ(બંને રહે, અંધારવાડી),3)રૂસ્તમઅલી કાસમઅલી દિવાન  અને 4)સમીર ફિરોજમિયા પઠાણ (બંને રહે, કસ્બા) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!