મોડાસા રાજપુત સમાજના નજરકેદ કરેલ અગ્રણીઓએ કહ્યું PM મોદીનો વિરોધ નથી પરંતુ ભાજપનો વિરોધ યથાવત રહેશે
લોકસભાની ચૂંટણી પ્રચારનો માહોલ બરાબર જામ્યો છે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપના પ્રચારનો મોરચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે સાબરકાંઠામાં બુધવારે હિંમતનગરના આમોદરા પાસે જંગી સભાને સંબોધવાના હોવાથી સાબરકાંઠા જીલ્લો અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે રૂપાલા વિવાદના પગલે ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરેના ડરને પગલે અરવલ્લી જીલ્લાના રાજપુત સમાજના અગ્રણીઓને પોલીસે નજરકેદ કર્યા હતા
રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-દીકરીઓ માટે કરેલ અપમાનજનક ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ સાથે સમગ્ર રાજ્યમાં ભાજપનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે સાબરકાંઠામાં બુધવારે સાંજે ચાર વાગ્યાના સુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરવાના છે ત્યારે સવારથી જ પોલીસે અરવલ્લી જીલ્લા રાજપુત સમાજના અગ્રણી જયદત્તસિંહ પુવાર સહિત અન્ય અગ્રણીઓને નજરકેદ કર્યા હતા પોલીસે નજરકેદ કરેલ રાજપૂત અગ્રણીઓએ ક્ષત્રિય સંકલન સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ નહીં કરવાનો નિર્ણય લીધો હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો રાજપુત સમાજના અગ્રણીઓએ ભાજપ સામે વિરોધ યથાવત રહેશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Advertisement