આગ ઓકતી ગરમી વચ્ચે વરસાદની આગાહી વચ્ચે રાહતના સમાચાર
કમોસમી વરસાદ બાદ વાઇરલ ઈન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો થવાની દહેશત
હવામાન વિભાગે 11 થી 13મે સુધી ગમે તે ઘડીએ હળવા પવન સાથે વરસાદની આગાહી કરી
ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપર અને સિસ્ટમ અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સૂર્ય દેવતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ સમગ્ર રાજ્યમાં દેહ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસમાં વાતાવરણમાં પલ્ટા સાથે વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી કરી છે કમોસમી વરસાદ અને હળવા પવનોથી અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી શકે છે
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે શનિવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી,ડાંગ,નર્મદા,દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવા પવન સાથે માવઠું થઈ શકે છે રવિવારે અરવલ્લી,
,સાબરકાંઠા,દાહોદ,છોટા ઉદેપુર, તાપી,ડાંગ,નર્મદા,દમણ અને વલસાડમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે સોમવારે સુરત,સાબરકાંઠા સહિત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે