ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં યોજાયેલ ધો. 10ની છેલ્લા 30 વર્ષમાં 2024નું પરિણામ રેકોર્ડ બ્રેક કર્યો છે 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે.જ્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94 ટકા પરિણામ વધ્યું છે. અરવલ્લી જીલ્લામાં સૌથી વધુ વાંકાનેર કેન્દ્રનું 94.32 % અને સૌથી ઓછું બાયડનું કેન્દ્રનું 63.48 ટકા પરિણામ જાહેર થયું છે.
મોડાસા શહેરની કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થિની દેલ્વા પ્રવિણકુમાર સુતરિયાએ 99.99 પર્સન્ટાઇલ સાથે 98.16 ટકા પ્રાપ્ત કર્યા છે. દેલ્વાએ ગણિત, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, સાથે જ આ દીકરી ભવિષ્યમાં ક્લાસ-1 અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેણે અભ્યાસનો સફળતોનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો હતો
અરવલ્લી જીલ્લાનું 85.72 ટકા પરિણામ જાહેર થયું છે,જીલ્લા માંથી કુલ 14,232 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. જે પૈકી 12,200 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 2032 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં 317 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ધો.10નું રિઝલ્ટ જાહેર થયા બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો