રાજ્ય સરકાર જરૂરિયા મુજબ અને પ્રજાની માંગ મુજબ જરૂરી સુવિધાઓ સમયાંતરે આપતી હોય છે, જોકે વ્યવસ્થા અને સંચાલનના અભાવે સુવિધાઓ વ્યર્થ અને નકામી બની જતી હોય છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા નગર પાલિકાએ આવું જ ઉત્તર ઉદાહરણ પ્રજાજનો સમક્ષ પ્રેરણારૂપ મુક્યું છે. મોડાસા નગર પાલિકા સંચાલિક સિટી બસ સારા આશય સાથે પ્રજાની સુખાકારી માટે શરૂ કરવામાં આવી હતી. જશ લેવા માટે તમામ લોકોએ હોડ લગાવી હતી, જોકે હવે કોણ કોના માટે ટોપલો લે, તે હવે કોઈને પોશાય અમ નથી,કારણ કે સિટી બસ હવે કોમામાં સરી પડી છે. કોરોના સમયથી બસને બંધ કરી દેવામાં આવી હતી, જે આજે પણ બંધ જ છે અને પાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારો ની દેખરેખ હેઠળ પાલિકાના પટાંગણમાં સહિસલામત જોવા મળી રહી છે.
આવી જ એક કરૂણતા મોડાસા નગર પાલિકા સંયાલિત એમ્બ્યુલન્સ ની છે. મોડાસા નગર પાલિકા સંચાલિત એમ્બ્યુલન્સ પણ ઘણાં સમયથી વારીગૃહ ખાતે પાર્કિંગ માં લગાવી તેવાઈ છે, જે આજે ધૂળ ખાતી નજરે પડે છે. સરકાર લોકોના ઉપયોગ માટે આવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આપતી હોય છે, જોકે વ્યવસ્થા અને સંચાલનના અભાવે આવા સાધનો વપરાયા વિના જ ભંગાર બની જતાં હોય છે. અધિકારીઓ આવી બાબતો પર ધ્યાન આપતા નથી તે સ્પષ્ટ છે. નવા સાધનો વપરાય નહીં અને મેન્ટેનન્સ આવે, મેન્ટેનન્સ ન થાય અને પછી ડેડ બની જતાં હોય છે.
પાલિકા પાસે કેટલાય વાહનો છે, જે આજે પડ્યા પડ્યા ધૂળિયા બની ગયા છે. કેટલાક વાહનો તો સ્વચ્છતા માટે આપવામાં આવ્યા હતા, જોકે વપરાયા વિના જ હજુ ચાવી ના પણ ઠેકાણા નથી. મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ પાછળ રૉડ ક્લિનિંગ મશિન છે, તો બીજી બાજુ વારીગૃહમાં ગટર સાફ કરવા માટેના મશિન સહિત કેટલાય વાહનો છે, જે જાળવણીના અભાવે ટૂંક સમયમાં કાટમાળમાં જાય તો નવાઈ નહીં.