અરવલ્લી જીલ્લામાં ગત ચોમાસામાં અપૂરતા વરસાદના પગલે પાણીના તળ નીચે ગયા છે જીલ્લાના જળાશયોમાં પાણીનો નહિવત જથ્થો છે મોડાસા શહેરના લઘુમતી વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા મહિનાથી દૂષિત પાણી અને અનિયમિત પાણી આવતું હોવાથી મહિલાઓને પીવાના અને ઘરવપરાશના પાણી માટે વલખા મારવા પડતાં મહિલાઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસા નગરપાલિકામાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી માટલા ફોડી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો નગરપાલિકા ચીફ ઓફિસરે પાણીનો પ્રશ્ન સત્વરે ઉકેલી નાખવાની હૈયાધારણા આપી હતી નગરપાલિકાના કોર્પોર્ટર લાલાભાઈ વાયરમેન મહિલાઓ સાથે પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં આપવામાં આવેની માંગ કરી હતી
મોડાસા શહેરમાં મહત્તમ માઝુમ ડેમમાંથી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે માઝુમ જળાશયમાંથી દરરોજ એક કરોડ લીટર પાણી મેળવવાની જરૂર પડે છે માઝુમ ડેમમાં પાણીના સ્તર નીચે જતા શહેરમાં પાણી પૂરું પાડવા માટે નગરપાલિકા હોંફી ગઈ છે મોડાસા શહેરના લઘુમતી વિસ્તારના વોર્ડ.નંબર-7,8 અને 9 વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત અને પાણીનો અપૂરતો જથ્થો આપવામાં આવતો આવતો હોવાની રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં કોઇ યોગ્ય કાર્યવાહી ન થતાં લઘુમતી વિસ્તારની મહિલાઓ માટલાઓ સાથે નગરપાલિકામાં પહોંચી પાણી આપો પાણી આપોના નારા લગાવી માટલા ફોડી વિરોધ નોંધવતા મહિલાઓના આક્રોશને પગલે ભારે અફડાતફડી મચી હતી પાણીની માંગ સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરતા ચીફ ઓફિસરે મહિલાઓને પાણીનો પ્રશ્ન સત્વરે ઉકેલાઈ જશે ની હૈયાધારણા આપતાં મહિલાઓનો રોષ ઠર્યો હતો
મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસરે પાણીના પોકાર અંગે શું કહ્યું વાંચો…!!
માઝુમ ડેમમાંથી મોડાસા શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે હાલ ડેમમાં પાણીનું સ્તર ઘટવાના લીધે અને મોટરમાં ખામી હોવાથી પાણી સમયસર અને પૂરા પ્રેસરથી આપી શકાતુ ન હતું પરંતુ મોટર બદલી નાખવામાં આવી છે અને એક દિવસની અંદર પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેમ જણાવ્યું હતું