asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

મોડાસા : વિદેશી દારૂના રવાડે…!! વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગટગટાવી રહ્યા છે, જુઓ બોટલોથી ઉભરાતી ગટરના દ્રશ્યો


ગટરોમાંથી ગંદકી અને કચરો ત્યાંજ પડી રહેતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી તોબા “બદબુ મોડાસા કી”                          

Advertisement

મોડાસા શહેરમાં વિદેશી દારૂ ROYAL STAG બ્રાન્ડની ડિમાન્ડ સૌથી વધુ             

Advertisement

મોડાસા શહેરમાં વિદેશી દારૂના નશામાં અનેક પરિવાર ગરીબીની ગર્તામાં ધકેલાઇ ગયા છે                                                                                                   

Advertisement

રાજસ્થાન રાજ્યને અડીને આવેલા મોડાસા શહેરમાં વિદેશી દારૂ સહેલાઇથી મળી રહે છે                                                     

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ શહેરના મુખ્ય બજારમાં આવેલી ગટરોની સફાઈ હાથધરવામાં આવી છે નવાઈની વાત તો એ છેકે ગટરોમાંથી ગંદકી અને કચરા કરતા વધુ પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરના ટીનનો જથ્થો મોટા પ્રમાણમાં બહાર નીકળી રહેતા શહેરીજનો અને રાહદારીઓ આશ્ચર્ય અનુભવી રહ્યા છે અને મોડાસામાં અધધ દારૂ પીવાતો હોવાની ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે મોડાસા શહેરમાં માંગો ત્યાં વિદેશી દારૂ મળી રહેતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગટરની સફાઈ દરમિયાન ગટરમાંથી નીકળતો કાદવ અને ગંદો કચરો સફાઈ કામદારો ગટરની બાજુમાંજ પડી રહેવા દેતા હોવાથી શહેરના ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ થી રાહદારીઓ અને દુકાનદારો તોબા પોકારી ઉઠ્યા છે 

Advertisement

              મોડાસા શહેરમાં દારૂબંધી ના લીરેલીરા ઉડાડતી ઘટના અને પોલીસતંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થાય તેવી ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે મોડાસા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી માં ગટરોમાંથી વિદેશીદારૂની બોટલો ઉભરાતી હોય તેમ ઠેર ઠેર ગટરની ચેમ્બર બહાર વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન સફાઈ કામદારો દ્વારા બહાર ઉલેચી ઢગલા ખડકવામાં આવી રહ્યા છે દારૂના શોખીનો દારૂની મઝામાણી વિદેશીદારૂ ની બોટલો અને બીયરના ટિન ના મોટાજથ્થામાં ગટરોમાં પધરાવતા હોવાનું નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીમાં ઠેર ઠેર નજરે પડી રહ્યું છે 

Advertisement

                     ગટરોમાં પ્રિમોન્સુન કામગીરી માં સફાઈ કર્યા બાદ ચેમ્બરની બાજુમાંજ કાદવ અને ગંદકીના ઢગલા ખડકી દેવામાં આવતા છેલ્લા બે દિવસથી મોડાસા શહેરની હાલત “ બદબુ મોડાસા કી” જેવો ઘાટ સર્જાયો છે તદુપરાંત રોડ ની બાજુમાં પડી રહેલા કાદવથી અને ગંદકીથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી જતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરતા જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ગટરોની ચેમ્બર બાજુમાં ખડકાયેલો કાદવ તાબડતોડ હટાવી લેવા સૂચના આપે તેવી લોક માંગણી પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!