હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ આગાહીના પગલે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક દ્વારા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. વરસાદને લઈને જિલ્લાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. અરવલ્લી જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક સાથે નિવાસી અધિક કલેકટર જે.કે.જેગોડા અને અન્ય વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની અને કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.