asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

પંચમહાલ : કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચોમાસામાં તકેદારીના આગોતરા આયોજન સંદર્ભે પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ


 

Advertisement

ગોધરા

Advertisement

આગામી ચોમાસા દરમ્યાન પૂર,વાવાઝોડુ અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા,આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટર કચેરી ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

Advertisement

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર,વાવાઝોડું અને અતિવૃષ્ટિની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરી ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે પ્રિ-મોન્સુન દરમિયાન જિલ્લાના દરેક વિભાગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Advertisement

આ પ્રિ-મોન્સુન બેઠકમાં વીડીએમપી, ટીડીએમપી અને સિડીએમપી પ્લાન અપડેટ કરવા, રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી, રોડ – રસ્તાનું સમારકામ અને લેવલીંગ, પાણીના નિકાલના માર્ગો અડચણમુક્ત કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવા, કંટ્રોલ રૂમની કામગીરી, બચાવ રાહત અને પુનઃ સ્થાપનની કામગીરી, રાહત વિતરણ, આરોગ્ય વિષયક સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા, અવિરત વીજપુરવઠો અને સંદેશા વ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા,જિલ્લાના પ્રાંત અધિકારીઓ,તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ,નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!