વીજતંત્રને ખેડૂત પરિવારે 12 વાગે ઘટનાની જાણ કરી ચાર કલાક સુધી તંત્ર ફરક્યું નહીં ગામલોકોમાં આક્રોશ
વીજતંત્ર દ્વારા પીડિત ખેડૂત પરિવારને મૃત બળદની સત્વરે સહાય ચૂકવવામાં આવેની માંગ
ખેડૂત ખેતરમાંથી બળદ લઇ ઘરે પરત ફરતા હતા રસ્તાને અડીને આવેલ ખેતરમાંથી પસાર થતી વિજલાઇનનો જીવંત વીજતાર પડ્યો
અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગલે દરવર્ષે ખેતરમાંથી પસાર થતી વિજલાઇનના ઝોલા ખાતા વીજતારમાં સ્પાર્ક થવાથી તેમજ જીવંત વીજતાર તુટી પડતાં ખેતરમાં ઉભો પાક બળીને ખાખ થઈ જવાની અનેક ઘટનાઓ બનતી રહે છે વીજતાર જીવલેણ સાબિત થઈ રહ્યા છે મોડાસા તાલુકાના અમલાઈ ગામના બળદ સાથે પસાર થતાં ખેડૂતના બળદ પર જીવંત વીજતાર પડતાં વીજકરંટથી બળદ સ્થળ પર મોત નીપજ્યું હતું સદનસીબે ખેડૂત અને અન્ય એક બળદનો આબાદ બચાવ થયો હતો ખેડૂત પરિવારે વીજતંત્ર ને જાણ કર્યાના ચાર કલાક સુધી ઘટના સ્થળ પર ન પહોચતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો વીજતંત્રની બેદરકારીથી ખેડૂતનો બળદ મોત ભેટતા ખેડૂત પરિવાર શોકમાં ડૂબી ગયો હતો
મોડાસા તાલુકાના અમલાઈ ગામના કનકાભાઈ ખાંટ નામના ખેડૂત ખેતીકામ કરી બે બળદ સાથે ઘરે પરત ફરતાં રસ્તાની બાજુમાં આવેલ ખેતરમાંથી પસાર થતી વિજલાઇનનો જીવંત વીજતાર અચાનક વિજપોલ પરથી તૂટીને બળદ પર પડતાં વીજકરંટથી સ્થળ પર બળદ મોતને ભેટ્યો હતો ખેડૂત સદનસિબે મોતને હાથતાળી આપવામાં સફળ રહ્યા હોય તેમ અન્ય બળદ સાથે આબાદ બચાવ થયો હતો ખેડૂતનો આબાદ બચાવ થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જીવંત વીજતારને લીધે બળદનું મોત થતાં આ અંગે વીજતંત્રને ખેડૂત પરિવારે બપોરે 12 વાગ્યાના સુમારે જાણ કરવા છતાં 4 વાગ્યા સુધી સ્થળ પર નહીં ફરકતા ખેડૂત પરિવાર સહિત ગામલોકોમાં ભારે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો ખેતી ટાણે બળદનું વીજકરંટથી મોત નીપજતા ખેડૂત પરિવાર પર આભ તુટી પડયું હતું વીજતંત્ર દ્વારા ખેડૂતને મૃત ખેડૂતની સત્વરે સહાય ચૂકવવામાં આવેની માંગ પ્રબળ બની હતી