અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામમાં મહિલા સરપંચ ના પતિદેવ ગ્રામ પંચાયતનો વહીવટ કરતા હોવાની સાથે વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચયતના ચૂંટાયેલ સદસ્યો અને ગામલોકો મોડાસા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી મહિલા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવેની માંગ કરી હતી
મોડાસા તાલુકાના શામપુર ગ્રુપ ગ્રામ પંચયાતમાં વજીબેન રેવાભાઈ પટેલ ને સરપંચ પદે ગામલોકોએ ચૂંટી કાઢ્યા હતા જોકે ગ્રામ પંચયાતમાં મહિલા સરપંચના પતિ રેવાભાઈ પટેલ સરપંચ પદે હોય તેમ ગ્રામ પંચયાતનો વહીવટ કરતા હોવાની સાથે ગ્રામ પંચયાતમાં લાખ્ખો રૂપિયાના વિકાસના કામોમાં તેમના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક આપી મસમોટો ભ્રષ્ટચાર આદરવામાં આવતા તેમજ ગામ લોકો કોઇ પણ પ્રકારની રજૂઆત કરવા ગ્રામ પંચયાતમાં જતા તેમની સાથે મહિલા સરપંચના પતિ રેવા ભાઈ પટેલ અસભ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ગામના લોકો મોડાસા તાલુકા પંચાયત કચેરીમાં ઉમટી પડ્યા હતા શામપુર ગ્રામ પંચયતના પાંચ ચૂંટાયેલ સદસ્યોએ મહિલા સપરંચ વજીબેન રેવાભાઈ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી તાલુકા વિકાસ અધિકારીને મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવેની માંગ કરી હતી