ગોધરા
પંચમહાલ જીલ્લાના દક્ષિણ વિસ્તાર ગણાતા ઘોંઘબા,હાલોલ ના વિસ્તારોમાં તાડના મોટા વૃક્ષો આવેલા છે.તેના પર હાલમાં તાડફળી લાગવાની શરુઆત થઈ ગઈ છે. શહેરા સહિતના અન્ય તાલુકાઓના બજારોમા પણ તાડફળીનુ આગમન જોવા મળી રહ્યુ છે. લોકો સવારના સમયમા તેને લેવાનુ વધુ પસંદ કરે છે. તાડફળી પેટના રોગોમા ઉત્તમ માનવામા આવે છે.
શહેરા નગરમાં આવેલા બજારોમા ઉનાળાનુ અમૃત ફળ ગણતા તાડફળીનુ આગમન થઈ ગયુ છે. પંચમહાલ જીલલાના હાલોલ,ઘોઘંબાના ગ્રામીણ વિસ્તારોમાં તાડના મોટી સંખ્યામા વૃક્ષો આવેલા છે. હાલમા બજારમાં તાડફળીના ફળોનુ વેચાણ વેપારીઓ દ્વારા કરવામા આવી રહ્યુ છે. સવારના સમયમા વેપારીઓ લારી ભરીને તાડફળીનુ વેચાણ કરી રહ્યા છે. હાલમા આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આ ઉનાળાનુ અમૃત ફળ ગણતા તાડફળીનુ હાલમા બજારમા આગમન થઈ રહ્યુ છે. તાડફળીને અલગ અલગ નામથી પણ બોલાવામા આવે છે. તાડફળીને તાડ ગોટલી પણ કહેવામા આવે છે. તાડના ઉચા વૃક્ષ પણ તાડફળીનુ નાળિયેર આકારનુ એક ફળ થાય છે તેને ફાડવામા આવે તો તેમાંથી ત્રણ જેટલી તાડગોટલી નીકળે છે. તાડના વૃક્ષમાંથી કેફી પીણુ ગણાતી તાડી નીકળે છે.વહેલી સવારે નીકળતી તાડીને નીરો કહેવામા આવે છે.તાડફળી આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનનામા આવે છે. તેનાથી પેટના રોગો સામે ફાયદાકારક ગણવામા આવે તેમ તજજ્ઞોનુ જણાવવુ છે.હાલમાં તાડફળી 120 રુપિયાના કિલોના ભાવે વેચાઈ રહી છે. લોકો તેને સવારના સમયમા ખરીદીને ખાવાની પસંદ કરે છે. તાડના વૃક્ષો જે ખેડુતના ખેતરમા હોય તેમના માટે પણ તાડગોટલી રોજી રોટી રળનારી સાધન બની રહે છે. હાલમા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર પણ તાડગોટલી વેચનારા વેપારીઓ જોવા મળી રહ્યા છે.