જમીન પચાવી પાડનાર વૃદ્ધે જમીન માલિકને તમારું નામ લખી મરી જવાની ગર્ભિત ધમકી આપતા જમીન માલિક ફફડી ઉઠ્યા
વૃદ્ધના પુત્ર અને પૌત્રએ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી
મોડાસા તાલુકાના સાકરિયા ગામમાં આવેલ જમીન ગાંધીનગર રહેતા જમીન માલિકો પાસેથી મોડાસામાં રહેતા કોન્ટ્રકટરે જમીન ખરીદી કરી હતી બાજુની સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર ભોગવટો કરનાર વૃદ્ધ અને તેના પુત્ર અને પૌત્રએ જમીન ખરીદનાર કોન્ટ્રાક્ટર ખેતી કરવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી જમીનમાં પ્રવેશ કરશો તો લાશો પાડી દેવાની ધમકી આપી વૃદ્ધે જમીન માલિકને તમારું નામ લખી મરી જવાની ગર્ભિત ધમકી આપતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસાના વલ્લભ ટર્નામેન્ટમાં રહેતા અને કોન્ટ્રાક્ટર અરુણકુમાર કૌશિકભાઈ સુથારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા જણાવ્યું છે કે સાકરિયા ગામની સીમમાં આવેલ સર્વે નંબર-390 અને જૂનો સર્વે નંબર-332 ખાતા નંબર-1361 1.95 હેક્ટર જમીન આઠ મહિના અગાઉ જમીનના માલિક પાસેથી ખરીદી કરી હતી ત્રણ મહિના પછી અરૂણ કુમાર ખેતી કરવા જતા બાજુમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર ભોગવટો કરનાર કનુભાઈ પૂનમચંદ ઉપાધ્યાય તેમના પુત્ર ભદ્રેશ કનુભાઈ ઉપાધ્યાય અને પૌત્ર રિહેન કનુભાઈ ઉપાધ્યાયે ખેતી કરવા નહીં દઈ સર્વે.નંબર-390 જમીન તેમની હોવાનું જણાવી ઝગડો કરી જમીન અંગે કોઈ દસ્તાવેજી પુરાવા આપ્યા વગર અરુણકુમારને ઉંમર લાયક વૃદ્ધ કનુભાઈ ઉપાધ્યાયે જમીનમાંથી નીકળી જાવ નહીં તો તમારું નામ લખી મરી જવાની ગર્ભિત ધમકી આપી અને અવાર નવાર ઝગડો કરતા હોવાની સાથે ભદ્રેશ ઉપાધ્યાય અને તેના પુત્ર રિહેન ઉપાધ્યાયે હાથમાં ધારિયું લઇ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જમીન તેમની હોવાનું જણાવી જમીન પરથી ચાલ્યા જાઓ નહીંતર લાશો પાડી દેવાની ધમકી આપી જમીન પચાવી પાડી ગેરકાયદેસર રીતે ખેતી કરતા અરુણકુમાર સુથારે જીલ્લા કલેકટર કચેરીએ ઓનલાઈન અરજી કરતા જીલ્લા કલેક્ટરે ત્રણે સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવા આદેશ કર્યો હતો
મોડાસા રૂરલ પોલીસે અરુણકુમાર કૌશિકભાઈ સુથારની ફરિયાદના આધારે સાકરિયા ગામના 1)કનુ પુનમચંદ ઉપાધ્યાય,2)ભદ્રેશ કનું ઉપાધ્યાય અને 3) રિહેન ભદ્રેશ ઉપાધ્યાય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે