અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા પર પોલીસતંત્ર મહદંશે કાબૂ મેળવવામાં સફળ રહ્યું છે ટીંટોઈ પોલીસે ખેરંચા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરી કારમાંથી 38 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી બે રાજસ્થાની બૂટલેગરોને દબોચી લીધા હતા રાજસ્થાનના ઠેકા પરથી કારમા વિદેશી દારૂ ભરી ચિલોડાના વિકી નામના બૂટલેગરને દારૂ ડિલેવરી કરવાનો હતો
ટીંટોઈ પીઆઇ અલ્કેશ ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલીંગ હાથધરતા શામળાજી તરફથી વિદેશી દારૂ ભરેલી કાર મોડાસા તરફ પસાર થવાની બાતમી મળતા ખેરંચા નજીક પોલીસે નાકાબંધી કરી વોચ ગોઠવતા વિદેશી દારૂ ભરેલી કાર ચાલક બુટલેગર પોલીસ નાકાબંધી જોઈ ખારી ગામના અંતરિયાળ રસ્તા પર કાર હંકારી મુકતા પોલીસે જીપમાં કારનો પીછો કરતા બૂટલેગરોએ દારૂ ભરેલ કાર રોડ સાઈડ ઉતારી દઈ દોટ લગાવતા પોલીસે દબોચી લઇ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-54 કિં.રૂ.38400/- તથા કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.5.55/-લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી હરદેવસિંહ લક્ષ્મણસિંહ રાવત અને હરિસિંહ રણજીતસિંહ રાવત (બંને રહે,સોંઘાવાસ,રાજસમંદ-રાજ)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કારમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર અજય(રહે,બલિયા-રાજ) અને વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર વિક્કી (રહે,ચિલોડા-ગાંધીનગર) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા