અરવલ્લી જિલ્લા એસપી શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી સતત નાસતા ફરતા આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધી અને ઘરફોડ ચોરીના ત્રણ ગુન્હાઓમાં કાલબેલિયા ગેંગનો નાસતો ફરતો આરોપીને ભિલોડના ધોલવાણી ત્રણ રસ્તા ઉપર ઉભેલા આરોપીની જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમ ભિલોડા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે વોચ ગોઠવી છેલ્લા સાતેક વર્ષથી નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજયનાથ લક્ષ્મણજી ઉર્ફે પપ્પુનાથ જોગી (કાલબેલિયા) રહે.બદલા,નોબલ સ્કૂલની બાજુમાં તા.ખેરવાળા.જી.ઉદેપુર વાળાની વોચ ગોઠવી ભિલોડા ત્રણ રસ્તા ધોલવાણી ઉપર ઉભેલ છે તેવી હકકિત આધારે માહિતી મળતા તપાસ કરતા નાસતા ફરતા આરોપી ઝડપી પાડી ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.