અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો પોકાર,તો સરકારી બાબુઓની કચેરી બહાર પાણીનો વેડફાટ
પાણીની પોકાર વચ્ચે પાણીની રેલમછેલ..!! પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ..?? જીલ્લા સેવાસદનમાં અધિકારીઓની નજર નહીં પડતી હોય..!!
અરવલ્લી જીલ્લામાં ગતવર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થતાં ઉનાળાના મધ્યાહ્ને પાણીના પોકારની બૂમો ઉઠી રહી છે સરકાર દ્વારા જળ એ જીવન અને આવો જળ બચાવીએ જેવા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે બીજીબાજુ અરવલ્લી જીલ્લા સેવાસદનના પરિસરમાં રોડ પર વહેતા પાણી અને પાણીથી ભરાયેલ ખાબોચિયા પાણીનો વેડફાટ જોઈ જીલ્લા સેવાસદન કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારો ચોંકી ઊઠ્યા હતા જીલ્લામાં એક બાજુ પીવાના પાણી અને પશુઓને પાણી પિવડાવવાના ફાંફા વચ્ચે હજ્જારો લિટર પાણીનો વેડફાટ જોઈ નિશાશા નાખતાં જોવા મળ્યા હતા
અરવલ્લી જિલ્લા સેવા સદન નજીક આવેલી પ્રાંત કચેરી બહાર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે,,ઠેર ઠેર ખાબોચિયા ભરાયેલા છે, અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ અહીંથી પસાર થાય છે, જોકે સરકારી બાબુઓને, આ પાણી ક્યાંથી આવે છે અને પાણીનો વેડફાટ કેમ થાય છે, તે જાણવાનો કોઈ રસ ન હોય તેવું લાગ્યું.. મીડિયા ની ટીમે તપાસ કરતા, વેરહાઉસ ની ટાંકી ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતો હોવાનું જાણવા મળ્યું હતું… પાણીનો વ્યય એટલે સુધી થયો કે, તેનો રેલો પ્રાંત કચેરી અને ડેપ્યુટી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો. એક બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકોએ વલખા મારવા પડતા હોય છે, તો બીજી બાજુ સરકારી કચેરીની બહાર જ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે..
સવાલ એ છે કે, શું સરકારી બાબુઓને આ પાણીનો બગાડ દેખાતો નહીં હોય?? પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે… એક બાજુ પાણી બચાવવા માટે તંત્ર અવનવા કીમિયા અપનાવતું હોય છે, જોકે બીજી બાજુ સરકારી કચેરીઓમાં જે પાણીની રેલમ-છેલ જોવા મળી રહી છે.