બાજકોટ ગામની સ્ટ્રીટ લાઇટની એલઇડી બલ્બ ઊડી જતા અંધારપટ
મોડાસા તાલુકાના બાજકોટ ગામમાં રાત્રિના સુમારે વીજફોલ્ટના લીધે લાઇટ જતું રહ્યા બાદ વીજકર્મીઓએ વીજફોલ્ટ દૂર કર્યા બાદ વીજપ્રવાહ પૂર્વરત કરતા અચાનક હાઈવોલ્ટેજ થતાં દસથી વધુ ઘરમાં વીજ ઉપકરણો બળી જતા નુકશાન થયું હતું વીજકર્મીઓની બેદરકારી ને લીધે હાઈવોલ્ટેજ થતાં વીજ ઉપકરણો બળી ગયા હોવાનું જાગૃત નાગરિકોએ રોષ ઠાલવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરને અડીને આવેલ બાજકોટ ગામમાં બુધવારે રાત્રિના સુમારે વીજફોલ્ટના પગલે વીજળી ડૂલ થતાં વીજકર્મીઓ દોડી આવ્યા હતા અને વીજફોલ્ટ દૂર કરી વીજ પ્રવાહ પૂર્વરત કરતા ડીપીમાં ધડાકો થવાની સાથે હાઇવોલ્ટેજથી દસ થી વધુ ઘરમાં ટીવી,ફ્રીઝ,ટ્યુબલાઈટ અને પાણીની મોટરો બળી જતા લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો બાજકોટ ગામની સ્ટ્રીટ લાઇટ ના થાંભલા પર લગાવેલ મોટા ભાગની એલઈડી લાઇટ ઉડી જતા રસ્તા પર અંધારપટ છવાયો હતો વીજકર્મીઓની બેદરકારીથી હાઈવોલ્ટેજની ઘટના સર્જાતા નુકશાન વેઠનાર પરિવારોને વીજતંત્ર સર્વે કરાવી સહાય ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે