અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ચાર મહિલા ઠગ ટોળકી પહોંચી વેપારી પાસે નાકની ચૂની ખરીદવાનું જણાવતા વેપારીએ નાકની ડાયમન્ડની અલગ અલગ ચૂની બતાવતા બે મહિલા ઠગે વેપારીને વાતોમાં ભોળવી અન્ય બે મહિલાઓએ બે ચૂની મોઢામાં નાખી ચોરી કરી ફરાર થઈ જતા વેપારીને તેની સાથે ચાર મહિલાઓ યુક્તિ પૂર્વક ચીલઝડપ કરી લીધી હોવાનો અહેસાસ થતાં વેપારીએ સીસીટીવી કેમેરા ચેક કરતા બે મહિલા ઠગની કરતૂત જોઈ ચોંકી ઊઠ્યો હતો વેપારીએ એક મહિલા ચોરને દબોચી લઇ પોલીસને સોંપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અન્ય ત્રણ મહિલા ઠગ ફરાર થઈ ગઈ હતી
મેઘરજ નગરમાં આવેલ કોઠારી જ્વેલર્સમાં થોડા મહિના અગાઉ 1.65 લાખના દાગીનાની ચોરીની ઘટના બની હતી ત્યારે ફરીથી કોઠારી જ્વેલર્સમાં ચાર મહિલાઓ નાકની ચૂની ખરીદવાના બહાને દુકાનમાં પહોચી વેપારી પાસે ડાયમન્ડની સોનાની ચૂની માંગતા વેપારીએ ચારે મહિલા આગળ ટ્રેમાં અલગ-અલગ ડિઝાઇનની સોનાની ચૂનીઓ મૂકી હતી ચારે મહિલા ટોળકીએ સોનાની ચૂની જોવાનો ડોળ કરી વેપારીને યુક્તિપૂર્વક વાતો કરી ધ્યાન ભટકાવી બે મહિલાએ સોનાની ચૂની મોઢામાં નાખી દઈ ચોરી કરી ફરાર થઈ જતા વેપારીને શક પડતાં વેપારીએ દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરા કેદ કરતા તેની સાથે ખેલ થઈ ગયો હોવાની જાણ થતાં તાબડતોડ આજુબાજુ તપાસ કરતા ઠગ ટોળકીની એક મહિલા જોવા મળતા ઝડપી પાડી હતી અન્ય ત્રણ મહિલાઓ ફરાર થઈ જતા વેપારીએ મેઘરજ પોલીસને જાણ કરી ચોરી કરનાર મહિલા ગેંગની એક મહિલાને પોલીસને સુપ્રત કરી ફરિયાદ નોધાવવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી