શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપુર્વ તલાટીકમમંત્રીએ લગ્નોની અધુરા દસ્તાવેજોના આધારે નોંધણી કરી દેતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કરી દેતા ચકચાર મચી જવા પામી છે. એક મહિનામાં એક સાથે મોટી સંખ્યામાં લગ્નની નોધણી થતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા તલાટી કમમંત્રી પી.એમ.પરમારને નોટીસ ફટકારવામા આવી હતી. છતાય લગ્નની નોધણીનુ કાર્ય ચાલુ રાખતા આખરે તલાટી કમમંત્રીને બરતરફ કરાયા હતા.લગ્ન નોધણીના રેકર્ડ તપાસમાં મોટા ભાગના ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર,રાજસ્થાન જેવા બહારના રાજ્યોના યુગલોના લગ્નોની નોધણી થઈ હોવાની વિગતો મળી આવી હતી.
માતા પિતાને સમાજની પરવાહ કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાભળવા મળે છે. ભાગી ગયા બાદ આ સંતાનોને સમાજમા પતિ-પત્નિ તરીકે સ્થાપિત થવા માટે લગ્ન નોંધણી કર્યા બાદ તેમને લગ્ન સર્ટીફિકેટ મેળવુ પડે છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ભદ્વાલા ગામના ભુતપુર્વ તલાટી કમમંત્રી પી.એમ.પરમાર અધુરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોધણી કરી દેતા હોવાની વિગતો સામે આવી હતી. એક મહિનામાં 100 લગ્નોની નોધણી થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમમંત્રીને નોટીસ ફટકારવામા આવી હતી. જેમા નોધણીઓ બોગસ હોવાની વિગત સામે આવી હતી. આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમમંત્રીને પી.એમ.પરમારને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. લગ્નની નોધણીના ડોક્યુમેન્ટની તપાસ કરતા ગુજરાત સહિત અન્ય ઉત્તરપ્રદેશ,મધ્ય પ્રદેશના રાજ્યોના છે. આ મામલે રેકર્ડ પણ કબજે લેવામા આવ્યુ છે. તલાટી સામે બરતરફની કાર્યવાહીના પગલે શહેરા તાલુકા તલાટી આલમમા પણ ચકચાર મચી જવા પામી છે.