મોડાસા શહેરમાં ઠેર ઠેર બિનઅધિકૃત જોખમી બેનરની ભરમાર,મોડાસા શહેરમાં કોઇ રણીધણી ન હોય તેમ રોડ- રસ્તા પર હોર્ડિંગ્સનું જંગલ ઊભું થયું હોય તેવી સ્થિતિ,મુંબઈની ઘટના બાદ તંત્ર ઘોર નિંદ્રામાં, જર્જરિત મકાનોને નગરપાલિકા તંત્ર નોટિસ ફટકારી દરવર્ષે સંતોષ માને છે
મુંબઈમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ પડવાથી 16 લોકોના મોતને ભેટ્યા છે 70થી વધુ લોકોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોચી હતી તેમજ 100 થી વધુ વાહનોનો કડૂચલો બોલાઈ ગયો છે આ ગોઝારી ઘટના બાદ પણ જીલ્લા વહિવટી તંત્ર અને મોડાસા નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ મોડાસા શહેર સહિત જીલ્લાના માર્ગો પર ઠેર ઠેર મસમોટા ગેરકાયદેસર હોર્ડિંગ્સ યથાવત જોવા મળી રહ્યા છે જાણે તંત્ર કોઇ ના મોતની રાહ તો નથી જોઈ રહ્યુને ચર્ચાએ જોર પકડ્યું છે ચાર દિવસ અગાઉ મોડાસા શહેર સહિત જીલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવેની શહેરીજનોમાં માંગ પ્રબળ બની છે
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અસહ્ય ગરમી અને વાદળછાયું વાતાવરણ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે ચાર દિવસ અગાઉ મોડાસા શહેરમાં સાંજના સુમારે ભારે પવન ફૂંકાયો હતો ત્યારે પાલિકાની હદમાં આવેલ કોમ્પલેક્ષ તેમજ બિલ્ડિંગ્સ પર લગાવવામાં આવેલા વજનદાર અને લોખંડની ફ્રેમના હોર્ડિંગ્સ ભારે પવન અને વાવાઝોડાના કારણે પડે તો મોટી દુર્ઘટના થવાનો ભય શહેરીજનોમાં ફેલાયો છે શહેરના ચાર રસ્તા થી કોલેજ રોડ અને મોડાસા હજીરા વિસ્તાર તેમજ માલપુર અને મેઘરજ રોડ પર આવેલ કોમ્પલેક્ષ અને બિલ્ડિંગ પર લગાવેલ હોર્ડિંગ્સ મોતનું કારણ બને તો નવાઈ નહીં..??
અરવલ્લી જીલ્લાના માર્ગો પર ઠેર ઠેર મસમોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે મસમોટા હોર્ડિંગ્સ રોડ પરથી પસાર થતાં નાના વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી સાબિત બની શકે છે રોડ રસ્તા પર લાગેલ બેનર તંત્ર દ્વારા ઉતરી લેવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે