ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમીનો ગરમીનો પ્રકોપ દિન-પ્રતિ-દિન વધતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.ભિલોડા એસ.ટી.બસ સ્ટેશન પર હજ્જારો મુસાફરોને અસહ્ય ગરમીથી રાહત થાય તે હેતુસર ભારત વિકાસ પરિષદ શાખા ધ્વારા ભિલોડા એસ.ટી ડેપોમાં ઠંડી છાશનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન એસ.ટી.બસના મુસાફરો, ડ્રાઈવરો, કંડકટરો, મીકેનીકલ હેલ્પરો સહિત એસ.ટી.બસ સ્ટેશનના મેનેજર એ.કે.બરંડા, વહીવટી અધિકારીઓ દિપકભાઈ સુથાર, જગદીશભાઈ પટેલ, મુકેન્દ્રસિંહ સિસોદિયા, રાજેન્દ્રસિંહ ચંપાવત, શંકરભાઈ પટેલ, ઉપેન્દ્રસિંહ ચંપાવત, પ્રિયંકાબેન પ્રજાપતી સહિત શ્રમજીવીઓએ બહોળી સંખ્યામાં પૃથ્વી પર નું અમૃત સમાન છાશનો અમુલ્ય લાભ લીધો હતો.ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા – પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ઉપ પ્રમુખ જીતકુમાર ત્રિવેદી, પુર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલ, મુકેશભાઈ પંચાલ, રામઅવતાર શર્મા, કારોબારી સભ્યો ભરતભાઈ પ્રજાપતિ, સંજયભાઈ પંચાલ, સામાજીક કાર્યકરો ગિરીશભાઈ પંડયા, રમેશભાઈ ચૌહાણ સહિત ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના હોદ્દેદારો, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.