ગોધરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે પુર્વ સરપંચ દિનેશભાઈ બારિયાની હત્યા મામલે ઉગ્ર વાતાવરણ થઈ જતા મામલો ગરમાયો હતો.ગામના કેટલાક લોકો દ્વારા આરોપીના ઘર પાસે અંતિમ વિધી કરવાને લઈને માંગ લોકો દ્વારા કરવામા આવી હતી. પોલીસ દ્વારા આ મામલે સમજાવટ કરવામા આવી રહી હતી તે સમયે કેટલાક લોકોએ પથ્થરમારો કરતા વાતાવરણ થોડા સમય માટે તંગ બન્યુ હતુ. પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસવડા ઘટના સ્થળે પહોચી પરિસ્થીતીની જાણકારી લીઘી હતી. હાલમા આ મામલે પોલીસ દ્વારા તોફાન કરનારાઓને ઝડપી પાડવામા આવ્યા છે. આ પથ્થરમારામા બે પોલીસકર્મીને ઈજા પહોચી છે હાલમા પરિસ્થિતી નિયંત્રણ હેઠળ છે.
પંચમહાલ જીલ્લાના ગોકળપુરા ગામના માજી સરંપચની હત્યા મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોધાયો હતો .આજે તેમના મૃતદેહને પરિવારજનો દ્વારા સોપવામા આવ્યો હતો. તે સમયે ગામના કેટલાક લોકો આ મામલે વિરોધ દર્શાવીને કહી રહ્યા હતા આરોપીના ઘર પાસે માજી સરંપચના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામા આવે. આ મામલે પોલીસ વચ્ચે ભારે રકઝક પણ થઈ હતી.એટલામા કોઈએ પથ્થર નાખતા મામલો બીચક્યો હતો.દોડધામ મચી જવા પામી હતી. પોલીસે સ્વ રક્ષણમા ટીયર ગેસના સેલ છોડ્યા હતા આ મામલે પોલીસ કેટલાક લોકોની પણ અટકાયત કરી હતી, પંચમહાલ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોંલંકી ગોકળપુરા ખાતે પહોચીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. હાલમા પરિસ્થીતી કાબુ હેઠળ છે.
ગોકળપુરા ગામે શુ હતો મામલો
શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ગોકળપુરા ગામના પૂર્વ સરપંચ દિનેશ બારીયાને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું મારામારીની ઘટનામાં દિનેશ બારીયાને માથાના ભાગે અને આંખોના ભાગે લાકડીઓના ફટકા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હત્યા ના બનાવમાં ચંદુ ભરવાડ, શૈલેષ ભરવાડ અને ગોવિંદ ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે