29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બાયડ કુખ્યાત બુટલેગર મોયા સલાટના રેલ્વે ફાટક નજીક ઘરમાં પોલીસ...

અરવલ્લી : બાયડ કુખ્યાત બુટલેગર મોયા સલાટના રેલ્વે ફાટક નજીક ઘરમાં પોલીસ ત્રાટકી 29 હજારનો દારૂ ઝડપ્યો,પિતા-બે પુત્રો ફરાર

0
99

નામચીન મોયા સલાટને પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મીઓ સાથે ભાઈબંધી હોવાની ચર્ચાએ બાયડ શહેરમાં જોર પકડ્યું છે

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને આદેશ આપતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બાયડ પ્રોબેશનલ DYSP ચિંતન પેટલના અને બાયડ પોલીસે કુખ્યાત બુટલેગર મોયા સલાટના ઘરે રેડ કરી ઘરમાં વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી ઘરમાંથી 29 હજારથી વધુનો શરાબ ઝડપી લીધો હતો કુખ્યાત બુટલેગર મોયા સલાટ અને તેના બુટલેગર પુત્રો દિનેશ અને રવિને પોલીસ રેડની ગંધ આવી જતા પોલીસ ત્રાટકે તે પહેલા ત્રણે રફુચક્કર થઈ ગયા હતા

 

બાયડ પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ નાયબ અધિક્ષક ચિંતન પટેલ અને બાયડ પીએસઆઇ જે.કે.જેતાવતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા બાયડ ચોઈલા રોડ પર આવેલ રેલ્વે ફાટક નજીક રહેતો લિસ્ટેડ બુટલેગર મોયો સલાટ અને તેના બંને પુત્ર દિનેશ અને રવિ ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકતા બુટલેગર પિતા-પુત્રો ફરાર થઈ જતા પોલીસે ઘરમાં તલાસી લેતા ઉપરના માળે કબાટની અંદર બનાવેલ ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-156 કિંમત રૂ.29350/-નો જથ્થો જપ્ત કરી ફરાર ત્રણે બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!