38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : વિદેશી દારૂ ભરેલ રિક્ષાનું બાઇક પર પાઇલોટીંગ કરતો બુટલેગર ઝડપાયો,રિક્ષામાંથી...

અરવલ્લી : વિદેશી દારૂ ભરેલ રિક્ષાનું બાઇક પર પાઇલોટીંગ કરતો બુટલેગર ઝડપાયો,રિક્ષામાંથી 45 હજારનો શરાબ જપ્ત

0
133

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના બાતમીદારો પર સ્ટેટ મોનેટરિંગ સેલના બાતમીદારો ભારે પડી રહ્યા છે

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફરી અટકાવવા મથામણ કરી રહ્યું છે વિદેશી દારૂની ડિમાન્ડ પહોંચી વળવા બુટલેગરો મરણિયા બન્યા છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસને ઉંઘતી રાખી હફસાબાદ નજીક બાઇક પર પાયલોટીંગ સાથે રિક્ષામાં વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી બાઇક ચાલક બુટલેગરને દબોચી લીધો હતો રિક્ષા ચાલક બુટલેગર રિક્ષા રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે રિક્ષામાંથી 373 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

અરવલ્લી જીલ્લામાં બાયડ નજીક સ્ટેટ મોનેટરિંગ સેલ ત્રાટકી કારમાંથી 1.98 લાખનો દારૂ ઝડપી પાડતા પોલીસબેડામાં સન્નાટો મચ્યો હતો એલસીબી પોલીસ દોડતી થઈ હતી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા અંતરિયાળ માર્ગ પરથી પલ્સર બાઇકના પાયલોટીંગ સાથે રીક્ષા વિદેશી દારૂ ભરી હફસાબાદ તરફ આવી રહી હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસે હફસાબાદ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત પલ્સર બાઇક આવતા પોલીસે બાઇક ચાલક વિજય કાંતી ગામેતી (રહે,હિંમતપુર-ભિલોડા)ને દબોચી લેતા પાછળ દારૂ ભરી આવતી રિક્ષાનો ચાલક રિક્ષા મૂકી ફરાર થઈ ગયો હતો અરવલ્લી એલસીબી પોલીસે રીક્ષાની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ- 373 કિં.રૂ.45036/- જપ્ત કરી વિદેશી દારૂ,રિક્ષા અને બાઈક મળી રૂ.2.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર રિક્ષા ચાલક જયંતી શકરા ભણાત (રહે,અણસોલ-ભિલોડા)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી બંને બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!