37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પોલીસનો સપાટો પેરોલ ફર્લોએ બે અને માલપુર પોલીસે 1 વોન્ટેડ...

અરવલ્લી : પોલીસનો સપાટો પેરોલ ફર્લોએ બે અને માલપુર પોલીસે 1 વોન્ટેડ બુટલેગર ઝડપ્યા,બે રિક્ષામાંથી દેશી-વિદેશી દારૂ જપ્ત

0
132

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા પર રોક લગાવવા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા પોલીસતંત્રની સખ્ત કાર્યવાહીથી અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે અરવલ્લી પેરોલ ફર્લો ટીમે બે બૂટલેગટ અને માલપુર પોલીસે 1 વોન્ટેડ બુટલેગર ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ટીંટોઈ પોલીસે ખેરંચા ગામ નજીક રિક્ષામાંથી 207 બોટલ શરાબ સાથે અમદાવાદના બુટલેગરને દબોચી લીધો હતો મોડાસા ટાઉન પોલીસે છારાનગરથી રિક્ષામાં દેશી દારૂ ભરી ડુંગરીમાં વેચાણ કરે તે પહેલા મહિલા બુટલેગર અને રિક્ષા ચાલકને ઝડપી લીધો હતો

 

અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ કે.એસ.દરજી અને તેમની ટીમે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી સાબરકાંઠા પોલીસને હાથતાળી આપતા બુટલેગર રાહુલ રતિલાલ ભગોરા (રહે,ધોલવણી છાપરા-ભિલોડા)ને ઘર આગળ થી કોર્ડન કરી દબોચી લીધો હતો તેમજ ઇડર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ બુટલેગર નીરવ ઉર્ફે નરેશ ઉર્ફે નહેરુ કનુ સોલંકી (રહે,અક્ષર બંગ્લોઝ,ધોલવણી ત્રણ રસ્તા-ભિલોડા)થી ઝડપી પાડી ઇડર પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

મોડાસા ટાઉન PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે હજીરા વિસ્તારમાંથી છારાનગરથી પ્લાસ્ટિકની થેલીઓમાં 144 લિટર દેશી દારૂ ભરી મોડાસા સર્વોદય નગરમાં વેચાણ કરવા આવતી મહિલા બુટલેગર કોમલ અમિત રાઠોડ (રહે,છારાનગર-જીવણપુર) અને રીક્ષા ચાલક ઓહદરઝા ઉર્ફે ઓવેશ ઇસ્માઇલ વણજારા (રહે,ચાંદ ટેકરી-મોડાસા) ને દબોચી લઇ રૂ.2880 નો દેશી દારૂ અને રિક્ષા મળી કુલ રૂ.82880 નો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટીંટોઈ PSI એસ.કે.ચાવડા અને તેમની ટીમે ખેરંચા ગામની સીમમાંથી રીક્ષામાંથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ક્વાટરિયા નંગ-207 કિં.રૂ.31050 અને રિક્ષા તેમજ મોબાઇલ મળી કુલ.રૂ.1.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષા ચાલક બુટલેગર યોગેશ સોવરન કોલી (રહે,ગ્રાઉન્ડ ફ્લોર ઔડાના મકાનમાં અશોક મીલ પાસે,નરોડા-અમદાવાદ)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!