38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ચાંદીપુરમ : વધુ બે શંકાસ્પદ કેસ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 માંથી 4ના...

ચાંદીપુરમ : વધુ બે શંકાસ્પદ કેસ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 8 માંથી 4ના મોત 4 બાળ દર્દી સારવાર હેઠળ

0
196

શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ અત્યાર સુધી દોઢ વર્ષથી 11 વર્ષ સુધીના બાળકોને ચેપગ્રસ્ત કર્યા છે,કોરોના વાઇરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાઇરસ આતંક મચાવી રહ્યો છે.

ચોમાસાની શરૂઆત સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે અરવલ્લી જીલ્લાના ઢેકવા ગામ અને સાબરકાંઠા જીલ્લાના નાડા ગામના 3 વર્ષીય બાળકમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ વાયરસના લક્ષણોના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસગ્રસ્ત 8 દર્દીઓ માંથી 4 દર્દીઓને ભરખી જતા ગ્રામ્ય વિસ્તારોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે  

 

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામના 3 વર્ષીય પોપટ હરીશભાઈ કટારામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળતાં શનિવારે રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને સ્થિતિ નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી રવિવારે બપોરે સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના નાડા ગામનો 3 વર્ષીય અલ્પેશ મીરખાન ગમારને પીઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે અરવલ્લી જીલ્લામાં બે બાળકોને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ભરખી ગયો છે આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે  

                                                અરવલ્લી જીલ્લામાં વધુ એક બાળ દર્દી શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળતાં આરોગ્ય તંત્રના ધાડેધાડા મેઘરજ તાલુકાના ઢેકવા ગામમાં સર્વેની કામગીરી હાથધરી 197 જેટલા ઘરનું સર્વે કરી જંતુનાશક દવાઓનો છંટકાવની કામગીરી હાથધરી છે  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!