અરવલ્લી જિલ્લા પોલિસ ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સજા વોરંટના વધુ એક આરોપીઓને ટિંટોઈ પોલિસે પકડી પાડવામાં સફળતા મળી છે.
મોડાસા તાલુકાના ટિંટોઇ પોલિસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ચાવડા સાથે પોલીસ સ્ટાફના માણસો આસપાસના વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા, તે સમય દરમ્યાન નામદાર ચીફ જ્યુડી.મેજી. મોડાસા ની કોર્ટેના ક્રિમીનલ કેશ નંબર-૨૯૦૫/૨૦૨૧ ધી નેગોશીયલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના કામે આરોપી બાબુભાઇ મોહનભાઇ તરાર રહે.ધરોલા પોસ્ટ,પાણીબાર તા.મેઘરજ જી.અરવલ્લી વાળાને વોરંટના કામે સજા પડેલ હોઇ જે સજા વોરંટનો આરોપી છેલ્લા ચારેક માસથી નાસતો-ફરતો હતો. આરોપી પોતાના ઘરે ધરોલા મુકામે આવ્યો હોવાની ચોક્કસ બાતમી ટિંટોઈ પોલિસને મળી હતી, જેના આધારે આરોપીને ધરોલા મુકામે તેના રહેણાંક ઘરને કોર્ડન કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.