29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી ના અણસોલ નજીકથી બિનઉપયોગી પશુ આહારના કટ્ટાની આડમાં લવાતો...

અરવલ્લી : શામળાજી ના અણસોલ નજીકથી બિનઉપયોગી પશુ આહારના કટ્ટાની આડમાં લવાતો વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઝડપાયો

0
145

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પોલીસે અશોક લેલન કંપનીની ટ્રક ગાડી નંબર HR 62 A 1397 માંથી બિન ઉપયોગી પશુઆહારના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૫૭ કુલ બોટલ નંગ ૩૦૮૪ કુલ ₹૧૨,૭૨,૧૯૨/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ અશોક લેલન્ડ કંપનીની ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી ફૂલ કિંમત ₹૨૦,૭૪,૧૯૨/-નો મુદ્દામાલ પકડવામાં સફળતા છે.

અરવલ્લી જીલ્લાની રતનપુર શામળાજી બર્ડર પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગેરકાયદે પસાર થતો હસે, જેમાં કેટલીક ગાડીઓ પોલિસના હાથે લાગી જતી હોય છે. અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી બુટલેગરો કાર, ટ્રક, કંટેનર તેમજ એમ્બ્યુલન્સ માં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે, જોકે કેટલીક વાર આવા મનસુબા પર પાણી ફરી જતું હોય છે, તો કેટલીક ગાડીઓ પસાર પણ થઈ જતી હોય છે. હવે તો ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે, હવે વિદેશી દારૂની ઘણી ગાડીઓ પસાર થઈ જાય છે, જેમાંથી અમુક ગાડી પકડાઈ જાય છે, આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પણ અપનાવી બુટલેગરો તેમના કારનામા કરતા હોય છે.

શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના તેમજ મોટા વાહનોનું ચેકીંગ કરતા હતા. વારન ચેકિંગ દરમ્યાન શામળાજી પોલિસ સ્ટેશનના પોલિસ અધિકારી એસ.કે.દેસાઇ તેમજ તેમની ટીમને બાતમી મળી હતી કે,  એક અશોક લેલન કંપનીની ટ્રક ગાડી નંબર HR-62-A-1397 નીમાં તેનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઇ ગુજરાતમાં પ્રવેશનાર છે, જે બાતમી હકીકત આધારે ટ્રક ગાડીની તથા બીજી અન્ય શંકાસ્પદ ગાડીઓનું વાહનચેકીંગ કરતા હતા. આ સમય દરમ્યાન બાતમી હકીકતવાળી અશોક લેલન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર HR 62 A 1397 ની આવતા નાકા બંધી કરી ટ્રક ગાડી રોકી લેવામાં આવી હતી. પોલિસે ટ્રકની ઝીણવટભરી તપાસ કરતાં, બિન ઉપયોગી પશુઆહારના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી. પોલિસ્ તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ નંગ- ૨૫૭ કુલ, બોટલ નંગ ૩૦૮૪ કુલ ₹ ૧૨,૭૨,૧૯૨/- નો તથા મોબાઇલ ફોન નંગ-૧ જેની ₹૨,૦૦૦/- તથા અશોક લેલન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર HR-62-A-1397ની ₹૮,૦૦,૦૦૦/- મળી ₹ ૨૦,૭૪,૧૯૨/-નો મુદામાલ ઝડપી પાડી પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલિસે ટ્રક ચાલક કરણસિંહ કાલુરામ, રહે-મેહુલાવા, તા. – ભટમંડી, જિ. – ફતેહાબાદ, હરિણા ની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!