ભિલોડા સુધી આવતી ભાવનગરની બસને વિજયનગર સુધી
લંબાવીને સીધી બસ સેવાનો લાભ આપો
વિજયનગરથી ભિલોડા થઈને ભાવનગર જાતિ બસ રીટર્ન
ભિલોડા સુધી દોડાવાતા તાલુકાના લોકોને હાલાકી
વિજયનગર તાલુકાના ૩૦ થી વધુ ગામોની જનતાને વિજયનગરથી સીધી ભિલોડા થઈને ભાવનગરની બસ સેવાનો લાભ મળે છે પરંતુ. ભાવનગરથી રિટર્ન. આવતી આ બસ વિજયનગર આવતીનથી અને ભિલોડા સુધી આવતી હોઈ ભાવનગરથી વિજયનગર કે તાલુકાના આ રૂટના ગામોની જનતાને અન્ય વાહનોમાં પરત વિજયનગર આવવું પડે છે.
વન વે ચાલતી વિજયનગર-ભાવનગરની આ બસ વિજયનગર થી બપોરે 12.20 વાગે ઉપડે છે અને વાયા ભિલોડા ,અમદાવાદ ધોલેરા થઈને આ બસ ભાવનગર રાત્રે 10:00 વાગ્યે પહોંચે છે જે બસ બીજા દિવસે સવારે 7:15 વાગે ભાવનગરથી ઊપડીને વાયા ધોલેરા, અમદાવાદ થઈને ભિલોડા સુધી આવે છે બસને ભિલોડાથી. વિજયનાગ લંબાવવામાં આવે તો
ભાવનગર-વિજયનગરની રીટર્ન સીધી બસની સેવા પણ આ તાલુકાની જનતાને ઉપલબ્ધ થાય એમ હોવાથી સ્થાનિક અને તાલુકાના ૩૦ થી વધુ ગામોની જનતાએ આ બસને ભિલોડાથી વિજયનગર સુધી લંબાવવામાં આવે તેવી માગણી
કરી છે. આમ છતાં આ બસ નહીં લંબાવાય તો જનતાએ સત્યાગ્રહ કરવા મજબૂર થવું પડશે એમ જનતાએ જણાવ્યું છે