20 C
Ahmedabad
Monday, March 17, 2025

સાબરકાંઠા : ખેડબ્રહ્માની ગલોડીયા ગ્રામ પંચાયત વૃક્ષ ઉછેરી પર્યાવરણના જતન સાથે લાખોની આવક


૧૧૫ હેક્ટર ગૌચરમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરાયું છે. અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુની આવક ગ્રામ પંચાયતને થઈ
૩૦ વર્ષથી ગ્રામ પંચાયત વૃક્ષ ઉછેર કરી આત્મનિર્ભર બની

Advertisement

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની ગલોડીયા ગ્રામ પંચાયત વૃક્ષ ઉછેરી પર્યાવરણના જતન સાથે લાખોની આવક રળે છે. ગામની ગૌચરમાં ૩૦ વર્ષ થી વૃક્ષારોપણ કરવામાં આવે છે. ૧૧૫ હેક્ટર ગૌચરમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરાયું છે. અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુની આવક ગ્રામ પંચાયતને થઈ છેલીલાછમ વૃક્ષોની હરીયાળી ધરાવતા ગામમાં પ્રવેશતા જ ગામની ચો તરફ વૃક્ષો જોવા મળે છે.

Advertisement

ગલોડીયા ગામના સરપંચશ્રી વિનોદભાઇ જણાવે છે કે, ગામમાં ૩૦ વર્ષથી વૃક્ષો વાવી ગ્રામ પંચાયત આત્મનિર્ભર બની છે. દર પાંચ વર્ષે આ વૃક્ષોનું કટીંગ કરવામાં આવે છે. જેના થકી અત્યાર સુધીમાં ૧ કરોડ જેટલી આવક થઈ છે. વૃક્ષારોપણ થકી ગામની ગૌચર જમીનમાં દબાણ અટકાવી શકાય છે. આ ચોમાસામાં ગામના સ્મશાનમાં ૩૦૦ ચીકુ અને ૧૦૦ આંબાની વાવણી કરવામાં આવે છે. જેથી ગામના પર્યાવરણના પ્રેમનુ જતન કરી શકાય છે. સાથે જ આ વૃક્ષો ગામના વિકાસને પણ મદદરુપ થઇ રહ્યા છે.

Advertisement

સરપંચ વધુમાં જણાવે છે કે, પંચાયત અને વન વિભાગે સાથે મળી વૃક્ષ ઉછેર કર્યો છે ગામ પહેલાથી વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે. ગામમાં એક વર્ષ વન વિભાગના સહયોગથી બે હેકટર જમીન પર ઘનિષ્ટ વનિકરણ વન કવચ અંતર્ગત ૧૦ હજાર બીજા વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં સ્થાનિક પર્યાવરણને અનુકુળ ૫૩ પ્રકારના જુદા જુદા વૃક્ષો વાવવામાં આવ્યા છે. વધુમાં આ વર્ષે વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું જેના થકી ૧૨.૫૦ લાખની આવક થઈ છે.

Advertisement

ગામ પંચાયત દ્વારા વન વિભાગની મદદથી વૃક્ષોનુ વાવેતર કરવામાં આવે છે. ગામની પડતર જગ્યાઓમાં વૃક્ષો ઉછેર કરવામાં આવે છે, એટલે કે સરકારી પડતર જમીનને પંયાચત વૃક્ષ વિના રહેવા દેતુ નથી. સરકારની યોજના મુજબ અરડૂસા અને નીલગીરી જેવા વૃક્ષો મોટા થતા તેને હરાજી કરીને આવક રળવામાં આવે છે. જેમાં 25 ટકા રકમ વન વિભાગને જાળવણી વળતર તરીકે મળે છે, જ્યારે 75 ટકા રકમ ગ્રામ પંચાયતને મળે છે. આમ સરકારની યોજના મુજબ ગામને મોટી આવક પ્રાપ્ત થતી હોય છે. ગામના સીમાડામાં આવેલ આ નાનકડા જંગલમાં વૃક્ષ હોય એટલે પક્ષીઓના કલરવનું મધુર સંગીત હોય ખરેખર આ ગામ આસપાસના ગામો માટે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

Advertisement

આમ ખેડબ્રહ્માની નાનકડી એવી ગલોડીયા ગ્રામ પંચાયત અન્ય ગ્રામ પંચાયતો માટે પગભર થવા ઉદાહરણ રૂપ બની છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!