asd
14 C
Ahmedabad
Monday, December 9, 2024

હાલોલ- પાવાગઢ દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના પરિવારની ઈકો કાર પલ્ટી ખાતા અકસ્માત,ત્રણ લોકો ઈજાગ્રસ્ત


હાલોલ,

Advertisement

મધ્યપ્રદેશના બડવાની જીલ્લામાંથી આવેલા પરિવારની ઈકો ગાડીને પાવાગઢ માંચીથી નીચે ઉતરતા બાવામાન મસ્જિદ પાસે અકસ્માત નડ્યો હતો. ઈકો વાન પલટી ખાઈ જતા તેમા સવાર એક બાળક તેમજ અન્ય બે લોકોને ઈજા પહોચતા ત્યાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વડોદરા ખાતે સારવાર માટે રીફર કરાયા હતા.રસ્તામાં જતા જીપ ચાલકો અને સ્થાનિકો દ્વારા પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામા આવી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાનો પરિવાર ની ઈક્કો ગાડી યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ઈક્કો ગાડી લઇ ને આવ્યા હતા. જેમાં નાના મોટા થઇ 11 જેટલા લોકો આવ્યા હતા. માતાજીના ચરણ માં શીશ નમાવી દર્શન કરી પરત ઘરે જવા નીકળ્યા હતા. દરમ્યાન ઈક્કો ગાડી માંચી થી નીચે ઉતરતા બાવામાન મસ્જીદ અટક દરવાજા પાસેથી પસાર થતા વળાંકમાં ગાડી ના સ્ટેરીંગ લોક થઇ જતા ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.જેને લઇ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ગાડી માં બેઠેલા લોકો ચીસો પાડ઼ી ઉઠ્યા હતા. જેને લઇ રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો તેમજ જીપ ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે બનાવની જાણ પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.ગાડીમાં સવાર તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહન માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં વંશિકા રાવત ઉ.વ.2, મીથુન ફુલસિંગ ઉ.વ.25, સોનિયા રાવત ઉ.વ. 22 ને ગંભીર ઈજાઓ થતા તેને પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!