28 C
Gujarat
Tuesday, August 11, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના નાલંદા સોસાયટીને જોડતું ગરનાળું 6 મહિનામાં બિસ્માર, સિંચાઇ વિભાગે...

અરવલ્લી : મોડાસાના નાલંદા સોસાયટીને જોડતું ગરનાળું 6 મહિનામાં બિસ્માર, સિંચાઇ વિભાગે ફાયનલ પેમેન્ટ અટકાવ્યું

0
253

અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગની હાલ બોલબાલા હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ વિભાગની કામગીરીનો પર્દાફાશ થયો હતો ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગ ચર્ચામાં આવી ગયું છે. મોડાસા સિંચાઈ વિભાગની પેટા વિભાગ કચેરી માં આવા નાલંદા સોસાયટી જવાના માર્ગ પર બનાવાયેલ ગરનાળું બિસ્માર બની જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ ભારે નારાજગી દર્શાવી હતી. થોડા સમય પહેલા નાલંદા સોસાયટીમાં રોડની કામગીરીમાં ઉણપ જોવા મળતા કામ અટકાવી દેવામાં આવ્યું હતું, ત્યારે હવે સ્થાનિક લોકોએ સિંચાઈ વિભાગની કીમગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.

સિંચાઈ વિભાગ દ્વારા મોડાસાના નાલંદા સોસાયટી જવાના માર્ગે થોડા સમય પહેલા ગરનાળું બનાવાયું હતું, જોકે ગરનાળામાં કોન્ટ્રાક્ટરની ઢીલી અને હલકી ગુણવત્તાની કામગીરી પ્રથમ વરસાદે છતી થઈ જતાં, લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રથમ વરસાદમાં ગરનાળાના સળિયા જોવા મળતા, અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો.

સિંચાઈ વિભાગનું કહેવું છે કે, ગરનાળા નો સ્લેબ અડધા મીટર જેવો છે, અને જે જગ્યાએ સળિયા દેખાય છે તે વીવરિંગ એરિયા છે. અંદાજે વીસ દિવસ પહેલા સિંચાઈ વિભાગને આ અંગે ફરિયાદ મળતા વીસ દિવસ પહેલા જ ફાયનલ પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અહીં ગરનાળાનો વીવરિંગ એરિયા તૂટી જતાં કામગીરી પર સવાલો ચોક્કસ થી થાય છે જોકે સિંચાઈ વિભાગ દ્વારા એદન્સીને વીવરિંગ એરિયાના કામ પૂર્ણ કરવાનો આદેશ કરી દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!