38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગોધરા : પંચમહાલ પોલીસ વિભાગના બે PSIને મળ્યુ PI તરીકે પ્રમોશન,પાઈપીંગ સેરેમની...

ગોધરા : પંચમહાલ પોલીસ વિભાગના બે PSIને મળ્યુ PI તરીકે પ્રમોશન,પાઈપીંગ સેરેમની યોજાઈ

0
92

ગોધરા

પંચમહાલ પોલીસ વિભાગમા ફરજ બજાવતા બે પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન મળતા ગોધરા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પાઈપીંગ સેરેમની યોજાઈ હતી.

ગુજરાત પોલીસ વિભાગમા ફરજ બજાવતા 233 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન આપવામા આવ્યુ છે. પંચમહાલ જીલ્લામા પંચમહાલ પોલીસમા ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન મળ્યુ છે.પચમહાલ પોલીસ વિભાગમા ફરજ બજાવતા મંયક કુમાર મગનસિંહ ઠાકોર અને મહોબતસિંહ કાલુજી માલવિયા ને પ્રમોશન મળ્યુ છે. પંચમહાલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ પોલીસ અધિકારીઓની પાઈપીંગ સેરેમની રાખવામા આવી હતી. અને તેમને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.પંચમહાલ જીલ્લા રેન્જ આઈજી આર.વી.અસારી તેમજ મહિસાગર જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!