33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : હિંમતનગર સહકારી જીન ઓવરબ્રિજ નજીક ખાડા પડતાં જાગૃત યુવકોએ ખાડામાં...

સાબરકાંઠા : હિંમતનગર સહકારી જીન ઓવરબ્રિજ નજીક ખાડા પડતાં જાગૃત યુવકોએ ખાડામાં ડૂબી વિરોધ નોંધાવ્યો

0
224

લોકોએ હાઇવે બ્લોક કરતા 8 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી જેમાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ ફસાઈ હતી.સ્થાનિકોએ બ્રિજની નીચે ભરાયેલા ખાબોચિયાઓમાં ઊંઘીને વિરોધ કર્યો

હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પરના સહકારી જીન ઓવરબ્રિજની કામગીરી 6 વર્ષથી ટલ્લે ચડી છે અને અનેક વાર તેના વિરોધ પણ થયા છે ત્યારે છેલ્લા દસ દિવસથી ઓવરબ્રિજ નીચે એક ફૂટ ઈંડા ખાડામાં વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારિયો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આજે કંટાળીને અહીંના સ્થાનિક વેપારીઓએ તેમજ શહેરીજનો હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો જેને કારણે બંને તરફ આઠ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક સર્જાયો હતો ત્યારે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી તો કે લાંબો સમય સુધી ટ્રાફિક જામ રહેતા પોલીસે બળ પ્રયોગ કરી ચારથી વધુ લોકોની અટકાયત કરી ટોળાને વિખેર્યું હતું.

અમદાવાદ શામળાજી નેશનલ હાઇવે નંબર આઠના નવીનીકરણની કામગીરી અધુરી પડી છે ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી ઓવર બ્રિજ અધૂરા હોવાને કારણે અવારનવાર સર્જાતા ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સહકારી જીન ઓવરબ્રિજ નીચે તેમજ સર્વિસ રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે અને ત્યાં અડધો ફૂટથી પણ વધુ ઊંડા પાણી ભરાઈ જવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કેટલાય વાહન ચાલકો અને રાહદારિયોના ખાબકવાના બનાવ વધી રહ્યા હતા આ સમસ્યાથી કંટાળેલા આસપાસના વેપારીઓ અને સ્થાનિકનું ટોળું હાઈવે પર ઉતરી આવ્યું હતું વાહનો રોકી ચકાજામ કર્યો હતો જેને લઇ મોતીપુરા-કાંકરોલ તરફના માર્ગ પર ચક્કા જામ થઈ ગયો હતો.
બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકો સાથે વાતચીત થતી સમજાવટ કરી હતી પરંતુ રોસે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો,કલાકથી વધુના સમય સુધી વિરોધ ચાલતાં પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક કામ થઈ જતા હજારો વાહન ચાલકો ફસાયા હતા.વિરોધ થમવાનું નામ ન લેતા પોલીસે ટોળાને વિખેરવા બળ પ્રયોગ કર્યો હતો અને વિરોધ કરી રહેલા લોકો સામે લાઠીયો ઉગામી ઊંચકી ઊંચકી પોલીસ જીપમાં બેસાડી પાંચ જેટલા લોકોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. ત્યારે વિરોધ કરતા ઓની અટકાયત થતા સ્થાનિક વેપારીઓનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું.

 

વિરોધ કરી રહેલા લોકો કલાક સુધી વાહનો અટકાવી થોભી રાખ્યા હતા જેથી અને કલાકથી પણ વધુ સમય સુધી આ વિરોધ ચાલ્યો હતો જેથી આખરે પોલીસે વિરોધ કરતા પણ બળ પ્રયોગ કરી ઉચકી ઊંચકીને પોલીસ જીપમાં બેસાડી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!