ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સબજેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લામા વિવિધ સંસ્થાઓમા રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી છે. પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ગોધરા ખાતે આવેલી સબજેલ ખાતે રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામા આવી હતી. જેમા બહેનોએ બંદીવાનો ને રાખડી બાંધી હતી. તેમજ જેલના કર્મચારીઓ તેમજ અધિકારીઓને પણ રાખડી બાધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આરબીમકવાણા જેલ અધિક્ષકે જણાવ્યુ જે બંદીવાનો જેલમા બંધ છે. તેમના ભાઈ બહેનોને રાખડી બાંધી હતી. જેલ પ્રશાસન દ્વારા આ મામલે ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી.