ભિલોડા,તા.૧૭
ભિલોડા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ વર્ષ – 2024 ના રંગારંગ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ આનંદ ઉત્સાહભેર માતૃશ્રી એન.આર.જોષી, વિદ્યાલય, ધોલવાણીમાં ઉજવાયો હતો.યુવા ઉત્સવ સમારંભની શરૂઆતમાં ધોલવાણી હાઈસ્કુલ, આચાર્ય યશવંતકુમાર પી. પટેલ એ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.સમારંભ ઉદ્ઘાટક અરવલ્લી જીલ્લા D.E.O ડો. યુ.આર.ગામીત એ પ્રેરણાદાયક ઉદબોધન કર્યું હતું.
અરવલ્લી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, (ઈ. આઈ.) દશરથભાઈ નિનામા, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, અરવલ્લી જીલ્લા આચાર્ય સંધ, પ્રમુખ એન.ડી.પટેલ સહિત શૈક્ષણિક, સામાજીક આગેવાનોની ઉપસ્થિતિ દરમિયાન ભિલોડા તાલુકામાંથી આશરે 100 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક હરીફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની આભાર-વિધિ દિલીપસિંહ ચંપાવતે કરી હતી.યુવા મહોત્સવના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન, વાંકાનેર હાઈસ્કુલ, આચાર્ય, અનિલભાઈ ભટ્ટ એ કર્યું હતું.