asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

અરવલ્લી : મોડાસા સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેને કેદી ભાઈઓને બાંધી રાખડી


ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. અરવલ્લી જિલ્લાના મોડાસા સબ જેલમાં કોઈ કારણોસર અપરાધ કરનારા ભાઈઓને પોતાની સગી બહેનોને જેલમાં જઈને આંખોમાં હર્ષના આંસુ સાથે પોતાના ભાઈને રાખડી બાંધી હતી સાથે તેઓનું પોતાના પરિવાર સાથે મિલન થાય અને જલ્દી ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી. ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન પર મોડાસા સબ જેલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કોઈને કોઈ ગુનામાં સજા કાપી રહેલા કેદીઓ પણ આજે ઉત્સાહમાં હતા કારણ કે તેમની લાડકવાઈ બહેન તેમને મળવા સાથે જ રક્ષા બાંધશે.જેલમાં ભાઈ અને બહેનની મુલાકાત ભાવનાત્મક બની હતી બહેનોએ હર્ષ આનંદ સાથે ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેન વચ્ચે થયેલી વાતોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

બહેનોએ ભાઈ વહેલો ઘરે આવી એવી કામના સાથે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ભાઈઓએ બહેનને રક્ષાબંધનના પાવન પર્વ પાવન પર્વે બહેન ખાલી હાથે જાય એની લાગણીથી હૃદય ભરાઈ આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોડાસા સબ જેલમાં કુલ 106 કે દિવસ હજાર કાપી રહ્યા છે ત્યારે રક્ષાબંધનના દિવસે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરી બહેનના પ્રેમને જોઈ ભાઈનું હૃદય પરિવર્તન થાય અને સમાજમાં એક સારું જીવન જીવતા થાય એવી આશા વ્યક્ત કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!