38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી :મોડાસા શહેરના કોલેજ પોલીસ ચોકી વિસ્તારની 10 થી વધુ સોસાયટી બેટમાં ફેરવાઈ

અરવલ્લી :મોડાસા શહેરના કોલેજ પોલીસ ચોકી વિસ્તારની 10 થી વધુ સોસાયટી બેટમાં ફેરવાઈ

0
239

જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોડાસા શહેરની અંદર પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા જેમાં મોડાસા કોલેજ ચોકી પાસે આવેલી 10 જેટલી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ હતી અને જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે સ્થિતિનું નિર્માણ થયું હતું અને ઠેરઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

અમનપાર્ક, ઝમઝમ, ઝીલાંની, ગરીબ નવાઝ સહિતની સોસાયટી ના ઘર પાણીમાં ગરકાવ થયાં હતા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ સામે આવ્યા હતા ઘરવખરી સહિત સોસાયટી વિસ્તારમાં ભારે નુકશાન ત્રણ દિવસ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થવાનો વાળો આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!