ગોધરા
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશ ચતુર્થી ના આરંભ થઈ ચૂક્યો છે સાથે સાથે વિવિધ મંડળો દ્વારા વહેલી સવારથી સાંજ સુધી ગણશેજી પ્રતિમાઓનું સ્થાપના કરવા માટે નાની મોટી ગણેશજી ની મૂર્તિ ઓ વાજતે ગાજતે ગોધરા શહેરમાં લાવવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ ચોમાસાની સીઝન હોવાના કારણે વિવિધ મંડળો દ્વારા વોટરપ્રૂફ મંડપ બાંધીને પંડાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે જેના કારણે બહારથી આવતા ભક્તો ગણેશજીના દર્શનનો લાભ લઇ શકે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર દેશ સહિત ગુજરાતમાં અને એમાંય ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગણેશ સ્થાપનાનો અનેરો મહિમા જોવા મળે છે. કારણ કે ગોધરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા સુવ્યવસ્થિત રીતે પંડાળો તૈયાર કરી અને ગણેશજીને સ્થાપના કરવામાં આવે છે.
બીજી બાજુ ગોધરાની વિસર્જન યાત્રાની વાત કરવામાં આવે તો સમગ્ર દેશ કરતાં પણ સૌથી સુવ્યવસ્થિત એક જગ્યાએથી લાઈન બંધ રીતે વિવિધ મંડળો જોડાઈ અને ભેગા થઈને ગોધરા નગરમાં ભવ્ય રીતે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે જે ગોધરા નગરમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.ભાદરવા સુદ ચોથના દિવસે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થી તરીકે ઉજવમા આવે છે ગુજરાતમાં પણ આજથી પાંચ તેમજ દસ દિવસ માટે ગણપતિ બાપા ની નાની મોટી મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી છે તેમજ પૂજા અર્ચના સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.ગોધરા શહેરમાં પાવર હાઉસ શહેરા ભાગોળ ભૂરવાવ વિસ્તાર કલાલ દરવાજા બામરોલી રોડ જાફરાબાદ પટેલવાડા કાછીયાવાડ મોદીની વાડી તેમજ વિવિધ સોસાયટી સહિતના વિસ્તારોમાં ગણેશજી મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસ દાદા ના આથિત્ય માણી અને ભક્તો પૂજન અર્ચન માં લીન થશે ખાસ તો ગણેશજી ની મોટી પ્રતિમા ઓ બાળકો મા ખાસ આકર્ષણ કેન્દ્ર બન્યુ હતું. પંચમહાલ જીલ્લામાં ગણેશ ચર્તુથીના પર્વનો શ્રધ્ધાભેર પ્રારંભ થયો છે,ત્યારે ગોધરા શહેરમાં ઠેરઠેર ગણેશ મુર્તિઓની સ્થાપના કરવામા આવી છે.