સોશ્યલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં બાઇક અને કારમાં સ્ટંટ કરનારાઓ છેવટે જેલની હવા ખાવી પડે છે
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે તાજેતરમાં 14 PI અને 4 PSIની બદલી કરી છે જીલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા ને ભિલોડા પોલીસ સ્ટેશનમાં બદલી કરતાની સાથે ચાર્જ સંભાળી ભિલોડા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કટિબદ્ધ બની બાઇક પર બેફામ સ્ટંટ કરનાર યુવકનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ગણતરીના કલાકોમાં દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરતા આવારા ગર્દી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે
ભિલોડાના જૂના ભવનાથ ભવનાથ જતા રોડ પર એક યુવક સ્પોર્ટ્સ બાઇક પર પહોંચી સરકસની માફક સર્પાકાર રીતે અને ફિલ્મી સ્ટાઈલમાં બાઈક હંકારતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભિલોડા પોલીસ હરકતમાં આવી હતી બાતમીદારો સક્રિય કરી બાઇકના આધારે તપાસ હાથધરી બાઇક પર સ્ટંટ કરનાર યુવક અજીત સુરેશભાઈ મારીવાડ (રહે,ઘાંટી-ભિલોડા) નો હોવાની માહિતી પ્રાપ્ત થતા ભિલોડા પોલીસે અજીત મારીવાડ ને ગણતરીના કલાકોમાં દબોચી લઇ હવા કાઢી નાખી હતી સ્ટંટ બાજી કરનાર યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી