37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines દિવાળી વેકેશનમાં અમરેલીના આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર

દિવાળી વેકેશનમાં અમરેલીના આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર

0
86

દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ જોવા મળે છે… અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌવથી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજય માંથી પર્યટકો પ્રવાસીઓની આજથી ભીડ જામી રહી છે લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અહીં આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.અહી વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે પર્યટકો આ સફારી પાર્કના સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે અન્ય લોકોને અહીં સફારી પાર્કમાં મજા માણવા પણ અપીલ પ્રવાસીઓ જ કરી રહ્યા છે.

આંબરડી સફારી પાર્કમાં આજથી દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અહીં સેલ્ફી પોઇન્ટ અને અતિ આકર્ષણ નું કેન્દ્ર વલ્ડમાં માત્ર અહીં આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌવથી મોટું મુકવામાં આવ્યું છે જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે અહીં લોકો દૂર દૂરથીઆ સ્ટેચ્યુ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકો પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.

ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના અલગ અલગ અલગ જિલ્લા માંથી અને અન્ય રાજ્યો માંથી લોકો અહીં સિંહો સહિત વન્યપ્રાણી જોવા આજથી ભારે ભીડ જોવા મળી રહી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!